Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લખીગામમાં બાવળની ઝાડીમાં ચાલતા જુગારધામ પર દહેજ મરીન પોલીસનો દરોડો, ત્રણ ઝડપાયા : પોલીસે રોકડ સહિત કુલ રૂ.25,500નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી

Share

 

ભરૂચ.

Advertisement

વાગરા તાલુકાના લખીગામ ખાતે નવીનગરી (માછીવાડ) વિસ્તારમાં બાવળની ઝાડીમાં ચાલતા જુગાર પર દહેજ મરીન પોલીસે દરોડો પાડી ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ઈસમ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે રોકડ સહિત કુલ રૂ.25,500નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દહેજ મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. કે.જી. સિસોદિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમીદાર પાસેથી માહિતી મળી હતી કે લખીગામની નવીનગરી (માછીવાડ) વિસ્તારમાં એક દુકાનની પાછળ આવેલી બાવળની ઝાડીમાં કેટલાક ઈસમો ભેગા થઈ પત્તા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગારીઓમાં દોડધામ મચી હતી. પોલીસે સ્થળ પરથી ત્રણ ઈસમો પરેશભાઇ ઉર્ફે ભગો ગેમાભાઇ આહીર, જસવંતભાઇ જેસંગભાઇ ગોહિલ તેમજ છત્રસંગભાઇ બાધરભાઇ ગોહિલ ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક ઈસમ મનસુખભાઇ રાયસંગભાઇ માળી (રહે-લખીગામ, માછીવાડ નવીનગરી) ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ઝડપાયેલા આરોપીઓની અંગઝડતીમાંથી કુલ રૂ.22,050 રોકડા તેમજ દાવ પરથી રૂ.3,450 મળી કુલ રૂ.25,500ની રોકડ રકમ કબજે કરી હતી. આ ઉપરાંત 52 પત્તાં અને પ્લાસ્ટિકનું પાથરણું પણ કબજે કરવામાં આવ્યું હતું. દહેજ મરીન પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમજ ફરાર થયેલા એક ઈસમ સામે જુગારધારાની કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

વેરાવળમાં જુગાર રમાતા 16 શખ્સો કુલ રૂ. 38 હજારથી વધુની રોકડ સાથે ઝડપાયાં.

ProudOfGujarat

દેડિયાપાડા તાલુકાના મોટી સિગલોટી ગામે રસ્તા ઉપર વરસાદનુ પાણી ફરી વળતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો.

ProudOfGujarat

નેત્રંગમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા ‘આદિ સમૃદ્ધિ’ મહિલા પ્રોડ્યુસર કંપનીનો પ્રારંભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!