Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કંપનીના પ઼ોજેકટ સાઇટ પરથી ઇટલીથી મંગાવેલો 1.55 લાખનો સામાન ચોરાયો : જોલવામાં આવેલી ફિલાટેક્ષ ઇન્ડિયા કંપનીમાં બનેલી ઘટના

Share

 

ભરૂચ.

Advertisement

દહેજ નજીક આવેલાં જોલવા ગામે ફિલાટેક્ષ કંપનીની કોલોનીમાં રહેતાં અને કંપનીમાં આઠ મહિનાથી ડેપ્યુટી મેનેજર તરીકે ઇન્સ્ટ્રુમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતાં સુર્યકાંત બદરી પ્રસાદ યાદવે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. કે, ગત 26મી ફેબ્રુઆરીના રોજ તેમના કંપનીમાં કેટોનિક પ્રોજેક્ટ બિલ્ડીંગમાં ઓટો પેકિંગ પ્રોજેક્ટનું મટીરિયલ આવવાનું શરૂ થયું હતું. 31મી માર્ચે ઇટલીથી આવેલાં સામાનની ગણતરી કરી તેમણે તે તમામ સામાન કંપનીના કેટોનીક ન્યૂ બિલ્ડીંગમાં નવા પ્રોજેક્ટવાળી જગ્યાએ મુક્યો હતો. દરમિયાનમાં 12 જૂનના રોજ એક પેનલ બોક્સ ફિટીંગ કરવા માટે તેઓ સામાન લેવા જતાં તેમણે મુકેલાં સામાનમાંથી કુલ 1.55 લાખની મત્તાના અલગ અલગ સામાનની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. પ્રોજેક્ટ સ્થળેથી ચોરી થઇ હોવાથી કંપનીમાં કામ કરતાં કોઇ વ્યક્તિની સંડોવણી હોવાની શક્યતાઓ નકારી શકાય તેમ ન હોઇ તેમણે કંપનીના તમામ કર્મચારીઓની પુછપરછ કરી હતી.જોકે, ચોરી અંગે કોઇ સુરાગ નહીં મળતાં આખરે તેમણે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ચોરીનો મુદ્દામાલ શોધવાની તેમજ ચોરીને અંજામ આપનાર ટોળકીનાસગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

વડોદરા : મહીસાગર નદીમાં ન્હાવા પડેલા બે તબીબી વિદ્યાર્થીઓનું ડૂબી જતાં મોત.

ProudOfGujarat

ભરૂચના દાંડિયા બજાર સ્થિત શનિદેવ મંદિરે શનિ જન્મોત્સવની ભવ્ય ઉજવણી : શનિયાગ, ત્રિકાળ આરતી અને મહાપ્રસાદ સાથે ભ્રુગુઋષિ મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ સર્જાશે

ProudOfGujarat

આઝાદીના 74 વર્ષ પછી કુંવરપરા ગામને જોડતો ડામરનો નવો રસ્તો બનતા ગ્રામજનોમા આનંદની લાગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!