Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરામાં પવનચક્કી પ્રોજેક્ટ દરમિયાન ક્રેનના ડ્રમમાં પગ ફસાતાં પશ્ચિમ બંગાળના શ્રમિકનું મોત

Share

 

ભરૂચ :

Advertisement

 

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ગોલાદરા ગામ નજીક અંભેલ રોડ પર આવેલી KP ગ્રીન એનર્જીની પવનચક્કી સાઇટ પર કામ દરમિયાન સર્જાયેલા ગંભીર ઔદ્યોગિક અકસ્માતમાં પશ્ચિમ બંગાળના એક શ્રમિકનું કરુણ મોત નિપજ્યું છે. ઘટનાને પગલે સાઇટ પર કામદારોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, મૃતકની ઓળખ મોહંમદ નદીમ મોહંમદ શકીલ, મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી તરીકે થઈ છે. પવનચક્કી પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાતી ક્રેનને અન્ય સ્થળે ખસેડવા માટે તેના ભાગોને અલગ કરવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન મોહંમદ નદીમ ક્રેનના કેબિન પાછળ આવેલા પ્લેટફોર્મ પર ઊભા રહી બૂમ સાથે જોડાયેલા લોખંડના રસ્સાને ડ્રમ પર વીંટવાનું કામ કરી રહ્યા હતા.

આ દરમિયાન અચાનક તેમનો ડાબો પગ લપસી જતાં તેઓ નીચે તરફ ધસી ગયા હતા અને તેમનો પગ ફરતા ડ્રમ તથા રસ્સામાં ભયાનક રીતે ફસાઈ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમના શરીરના જાંઘથી કમર સુધીના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઘટના બાદ અન્ય કામદારો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ગંભીર હાલતમાં તેમને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઘટનાની જાણ થતાં વાગરા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ અકસ્માત કેવી રીતે સર્જાયો અને સાઇટ પર સલામતીના નિયમોનું યોગ્ય પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.


Share

Related posts

નોટબંધી મામલે કેન્દ્ર સરકારે માંગ્યો સુપ્રીમ કોર્ટ પાસે સમય, આગામી સુનાવણી 24 નવેમ્બરે થશે.

ProudOfGujarat

વિધાનસભા ઝઘડિયા બેઠક માટે આમ આદમી પાર્ટી દ્વારા ઉર્મિલાબેન ભગતની પસંદગી કરાઇ.

ProudOfGujarat

ઝિમ્બાબવેમાં પારકાને પોતાના બનાવીને રહ્યો એ પારકાએ મને પોતાનો બનાવી ચૂંટણી જીતાડી:રાજેશ મોદી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!