Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આશ્રમ શાળા સામરપાડાના વિદ્યાર્થીઓએ ખો-ખોમાં તાલુકા કક્ષાએ રચ્યો ઇતિહાસ

Share

પ્રતિનિધી : હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમ શાળા, સામરપાડાના વિદ્યાર્થીઓએ SGFI-2026 શાળાકીય રમોત્સવ અંતર્ગત યોજાયેલી તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. શાળાના ઇતિહાસમાં પ્રથમ વખત અંડર-14 (કુમાર) વિભાગની ટીમે તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી ચેમ્પિયન બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે.

ડેડીયાપાડા ખાતે યોજાયેલી તાલુકા કક્ષાની રમતગમત સ્પર્ધામાં સામરપાડા આશ્રમ શાળાની ટીમે શાનદાર રમતનું પ્રદર્શન કરીને તમામ પ્રતિસ્પર્ધી ટીમોને પાછળ છોડી વિજેતા ટ્રોફી પોતાના નામે કરી હતી. ખેલાડીઓની મહેનત, શિસ્ત, ટીમવર્ક અને રમત પ્રત્યેની સમર્પિત ભાવનાના પરિણામે આ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ હોવાનું શાળા પરિવાર દ્વારા જણાવાયું હતું.

Advertisement

આ ઐતિહાસિક જીતના સમાચાર મળતા જ આશ્રમ શાળા તેમજ સમગ્ર સામરપાડા વિસ્તારમાં આનંદ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો. વિદ્યાર્થીઓની આ સિદ્ધિને શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોએ પણ બિરદાવી હતી.

આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, સ્પોર્ટ્સ કોચ અને સ્થાનિક અગ્રણીઓએ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ ઉત્તમ દેખાવ કરી શાળા, તાલુકા અને જિલ્લાનું નામ વધુ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.


Share

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જીગ્નેશ મેવાણી ધરપકડના વિરોધમાં ધરણા પ્રદર્શન કર્યું.

ProudOfGujarat

રાજપીપળા : આમ આદમી પાર્ટી દ્વારા સાગબારા વિદ્યુત બોર્ડનાં ગેર વહીવટને લઈને કચેરીને તાળાબંધી કરવામાં આવશે.

ProudOfGujarat

અરેઠી પ્રા.શાળામાં શોટઁ-સક્રિટના કારણે ભારે નુકસાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!