Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરમાં SOGનો ડ્રગ્સ પર પ્રહાર: ₹2.66 લાખના ગાંજા સાથે એક ઝડપાયો, બે વોન્ટેડ

Share

 

ભરૂચ:
ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા “NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત એસઓજી (SOG) ટીમે અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં સફળ કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે એસઓજીની ટીમે એક્ટિવા પર માદક પદાર્થનું વેચાણ કરવા જઈ રહેલા એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

Advertisement

પકડાયેલા આરોપી પાસેથી 3.725 કિલોગ્રામ ગાંજો, એક મોબાઇલ ફોન અને એક્ટિવા મળી કુલ ₹2,66,250નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિશાલખાન નિહાલખાન (હાલ રહે. માસ્ટરની ચાલ, એસ.ટી. ડેપો સામે, અંકલેશ્વર)ની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં આરોપીએ સુરતના એક મારવાડી શખ્સ પાસેથી ગાંજો મંગાવી છૂટક વેચાણ કરવાનું હોવાનું સામે આવ્યું છે.

આ મામલે અંકલેશ્વર શહેર “બી” ડિવિઝન પોલીસ મથકે એનડીપીએસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કેસમાં બે શખ્સોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક સંદીપનસિંહ, જિલ્લા પોલીસવડા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ એસઓજીના પીઆઈ એ.વી. પાણમીયા, પીઆઈ કે.એલ. પટણી તથા ટીમે પાર પાડી હતી.


Share

Related posts

વડોદરાના કમાટી બાગ નર્સરીમાં એક વર્ષની સાચવણી બાદ રાવણ તાડના રોપા અડધા ફૂટના થયા.

ProudOfGujarat

ઉમરપાડા કોંગ્રેસ સમિતિ તેમજ ખેડૂતો દ્વારા કૃષિ સુધારા બિલની હોળી કરવામાં આવી…

ProudOfGujarat

નડિયાદ : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!