Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળમાં વિશ્વ આદિવાસી દિવસને લઈ શાંતિ સમિતિની બેઠક  :  તીક્ષ્ણ હથિયારો લાવવા પર પ્રતિબંધ, શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા પોલીસની અપીલ

Share

 

વાંકલ:

Advertisement

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શાંતિપૂર્ણ અને ઉત્સાહસભર માહોલમાં થાય તે હેતુથી માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. પી.એમ. દેસાઈના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની વિશેષ બેઠક યોજાઈ હતી.

બેઠકમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાનાર પૂજા-અર્ચના સહિતના કાર્યક્રમોની રૂપરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

પી.આઈ. પી.એમ. દેસાઈએ સ્પષ્ટતા કરી હતી કે કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના પરંપરાગત વાજિંત્રો સિવાય કોઈપણ પ્રકારના તીક્ષ્ણ હથિયારો લાવવા પર સખત પ્રતિબંધ રહેશે. જો કોઈ વ્યક્તિ હથિયાર સાથે મળી આવશે તો પોલીસ દ્વારા તેને તાત્કાલિક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બેઠકમાં ઉપસ્થિત આગેવાનો સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તમામ આગેવાનોએ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાના આ મહાપર્વને શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે ઉજવવા સર્વે સમાજને અપીલ કરી હતી.

બેઠકમાં વાંકલના સરપંચ અનિતાબેન ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય ઉજાસ ચૌધરી, ઠાકોરભાઈ ચૌધરી, આપના આગેવાન શિરીષભાઈ ચૌધરી, કોંગ્રેસના રૂપસિંગભાઈ ગામીત, માજી તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ ચૌધરી, ભુપેન્દ્રભાઈ ચૌધરી, વિપુલભાઈ વસાવા, કનુભાઈ ચૌધરી સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

મોંઘવારી સામે કેરાલાના યુવાનનો અનોખો વિરોધ : કેરાલાથી સાયકલ પર સવાર થઈ દિલ્હી સંસદ ભવન સુધી પહોંચી પડઘો પાડશે.

ProudOfGujarat

મમ્મીએ ધ્રૂજતા હાથે રડતાં રડતાં દીકરા સિદ્ધાર્થ શુક્લાને મુખાગ્નિ આપ્યો: ચોધાર આંસુ સાથે આપી વિદાય

ProudOfGujarat

કેન્દ્ર સરકારના અતિમહત્વ ગણાતા બુલેટ ટ્રેન પ્રોજેકટ ફરી ઘોંચમાં પડે તેવી શકયતા સર્જાઈ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!