Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના રાજહંસ સિનેમામાં ભીષણ આગ, બે લોકોનું રેસ્ક્યૂ : ચાલુ ફિલ્મ દરમિયાન સ્ક્રીન નંબર-3માં આગ ભભૂકી, ત્રણ ફાયર ટેન્ડરે બે કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી

Share

 

અંકલેશ્વરના કોસમડી નજીક આવેલા એપલ પ્લાઝા સ્થિત રાજહંસ સિનેમામાં બુધવારે ચાલુ ફિલ્મ દરમિયાન ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સિનેમાની સ્ક્રીન નંબર-3માં અચાનક આગ ભભૂકી ઉઠતા હોલમાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આગની ઘટનામાં સ્ક્રીન નંબર-3નો સમગ્ર હિસ્સો બળીને ખાક થઈ ગયો હતો.

Advertisement

મળતી માહિતી મુજબ, ફિલ્મ ચાલી રહી હતી તે દરમિયાન સ્ક્રીન નંબર-3માં આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સિનેમા હોલમાં દોડધામ મચી ગઈ હતી. દરમિયાન બે લોકો આગની વચ્ચે અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને બંને લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

આગની જાણ થતાં સિનેમાનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. બીજી તરફ ફાયર વિભાગની ટીમો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્રણ ફાયર ટેન્ડરની મદદથી ફાયર જવાનોએ આશરે બે કલાક સુધી ભારે જહેમત કરી આગ પર કાબૂ મેળવ્યો હતો.

ઘટનાની ગંભીરતાને પગલે ડી.વાય.એસ.પી. ડૉ. કુશલ ઓઝા સહિતના પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. આગના કારણે સિનેમાના સ્ક્રીન નંબર-3માં મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

હાલ આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સદનસીબે રેસ્ક્યૂ કરાયેલા બંને લોકોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી.


Share

Related posts

ભરૂચ : નર્મદા નદીમાં પ્રદુષણ અટકાવવાનાં સંદેશ સાથે જન જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

લીંબડી 17 વર્ષની અનેરીએ કોરોના વોરિયર્સનુ પેઇન્ટિંગ કોરોના ફાઈટરર્સને ગીફ્ટ કરાયું

ProudOfGujarat

નડિયાદ સી.બી પટેલ આર્ટસ કોલેજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!