Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મુંબઈમાં ધસી જઈ ભરૂચ “સી” ડિવિઝન પોલીસની બે મોટી કાર્યવાહી : સાયબર ફ્રોડના ₹1.48 લાખની છેતરપિંડીમાં વોન્ટેડ આરોપી ઝડપાયો; 3 વર્ષથી સજા વોરંટથી ફરાર આરોપી પણ હાથ લાગ્યો

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસે મુંબઈમાં બે અલગ-અલગ ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. એક તરફ મોબાઈલ હેક કરી ફોન-પે UPI મારફતે ₹1.48 લાખની સાયબર છેતરપિંડી કરનાર ગુનામાં મદદગારી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે બીજી તરફ કોર્ટ દ્વારા સજા પામ્યા બાદ છેલ્લા ત્રણ વર્ષથી સજા વોરંટની બજવણી ટાળીને ફરાર આરોપીને પણ મુંબઈથી ઝડપી પાડવામાં આવ્યો છે.

ભરૂચ “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનાની તપાસ દરમિયાન ફરિયાદીના મોબાઈલ ફોનને હેક કરી ઝાડેશ્વર સ્થિત સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ખાતામાંથી ફોન-પે UPI મારફતે બે દિવસમાં કુલ ₹1.48 લાખ ઉપાડી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. ટેકનિકલ એનાલિસિસ દરમિયાન છેતરપિંડીની રકમ મુંબઈની એક બેંકના ખાતામાં જમા થઈ હોવાનું જાણવા મળ્યું હતું.

આ ગુનામાં પોલીસે અગાઉ અવિનાશ રામઅવધ યાદવને ઝડપી પાડ્યો હતો. જ્યારે ગુનામાં મદદગારી કરનાર મલાડ ઈસ્ટ, મુંબઈ ખાતે રહેતા 21 વર્ષીય હિમાંશુ જ્ઞાનેન્દ્ર ઉપાધ્યાયને ઝડપી પાડવા પોલીસ ટીમ મુંબઈ પહોંચી હતી. સ્થાનિક પોલીસની મદદ અને ત્રણ દિવસના ટેકનિકલ એનાલિસિસ બાદ આરોપીનું રહેણાંક તથા કાર્યક્ષેત્ર શોધી કાઢી તેને મલાડ ઈસ્ટ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

દરમિયાન “સી” ડિવિઝન પોલીસે બીજી કાર્યવાહીમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસમાં કોર્ટ દ્વારા સજા પામેલા અને છેલ્લા ત્રણેક વર્ષથી સજાની અમલવારી ટાળીને ફરાર આરોપી વિકાશ વિશ્વનાથ પંચાલને પણ મુંબઈના કાંજુર માર્ગ ઈસ્ટ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.

ભરૂચની ત્રીજી એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટના ફોજદારી કેસ નં. 10948/2023માં વિકાશ પંચાલને સજા ફરમાવવામાં આવી હતી. જોકે સજા વોરંટની બજવણીથી બચવા તે છેલ્લા ત્રણ વર્ષથી ફરાર હતો. પોલીસે આરોપી તથા તેના પરિવારના સોશિયલ ડેટાનું એનાલિસિસ કરી તે મુંબઈમાં રહેતો હોવાની માહિતી મેળવી હતી. ત્યારબાદ હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તપાસ કરતાં આરોપી કાંજુર માર્ગ ઈસ્ટ વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું.

બંને આરોપીઓને ઝડપી પાડ્યા બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિકાશ પંચાલને ભરૂચ જિલ્લા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આ બંને મહત્વપૂર્ણ કામગીરી ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસ ઈન્સ્પેક્ટર એન.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમો દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.


Share

Related posts

ભગવાને બાળકોને તો સારી બુદ્ધ આપી, હવે ભગવાન તંત્રને સદબુદ્ધી આપે

ProudOfGujarat

મોસાલીના બાપુનગરનાં પાછળનાં ભાગે જાહેરમાં જુગાર રમતાં બે ની અટક અને અન્ય બે વોન્ટેડ

ProudOfGujarat

નડિયાદની પરિણીતાને ત્રાસ આપતા ૬ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!