Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ‘આઈ ઇવેન્ટ બીબા એવોર્ડ 2026 3.0’નો ભવ્ય સમારંભ યોજાયો

Share

 

ભરૂચ: ભરૂચ જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં સમાજલક્ષી અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા પ્રતિભાશાળી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે **‘આઈ ઇવેન્ટ બીબા એવોર્ડ 2026 3.0’**નો વિશેષ સન્માન સમારંભ યોજાયો હતો.

Advertisement

ભરૂચની એબીસી ચોકડી નજીક આવેલી એક હોટલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લામાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી રહેલા વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાનૂની ક્ષેત્ર, સમાજસેવા, સામાજિક સુરક્ષા, સોશિયલ વર્ક, કુકિંગ સહિત વિવિધ ક્ષેત્રોમાં પોતાની પ્રતિભા અને સેવાકીય કાર્યોથી આગવી ઓળખ ઉભી કરનાર પ્રતિભાઓને એવોર્ડ એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન બાળકોએ પણ વિવિધ ગ્રુપમાં ડાન્સની મનમોહક પ્રસ્તુતિ આપી ઉપસ્થિત મહેમાનો અને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. બાળકોની પ્રતિભાને પણ કાર્યક્રમમાં વિશેષ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

આ એવોર્ડ સમારંભમાં ફિલ્મો તેમજ ‘ક્રાઈમ પેટ્રોલ’ જેવા લોકપ્રિય શોમાં અભિનેતા તરીકે કામ કરી ચૂકેલા નઈમ મલેક સહિત રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સમાજમાં વિવિધ ક્ષેત્રે નિઃસ્વાર્થ સેવા આપતા અને પોતાની પ્રતિભા દ્વારા આગવી ઓળખ ઉભી કરનાર વ્યક્તિઓનું જાહેર મંચ પર સન્માન થતાં તેમનો ઉત્સાહ વધ્યો હતો. આયોજકો દ્વારા આવા કાર્યક્રમો થકી સમાજના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત પ્રતિભાઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


Share

Related posts

રાજપીપળા : આવતીકાલે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને મહેસુલ મંત્રી કૌશિકભાઇ પટેલનાં હસ્તે નવનિર્મિત ગરૂડેશ્વર તાલુકા સેવા સદનનું ઇ-લોકાર્પણ કરાશે.

ProudOfGujarat

ભરૂચ આમ આદમી પાર્ટી નો આંતરિક દખો ચરમસીમાએ, ૪૩ જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓના સાગમતે રાજીનામા

ProudOfGujarat

બંબુસર ગામે વીજ ચોરી સામે ત્રાટક્યું વીજ વિભાગ: સઘન ચેકિંગમાં ગેરરીતિઓ બહાર આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!