Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હેમાની કોપકેરના ગેસથી પાકને નુકસાનનો ખેડૂતોનો આક્ષેપ : સારણ ગામના ખેડૂતોની કલેક્ટરને રજૂઆતઃ કંપનીનો પ્રોડક્ટ બંધ કરવાની માંગ, પગલાં નહીં લેવાય તો કંપનીના ગેટ સામે ધરણાની ચીમકી

Share

 

ભરૂચ: વાગરા તાલુકાના સારણ ગામના ખેડૂતોએ હેમાની કોપકેર પ્રા.લિ. કંપનીમાંથી નીકળતા પ્રદૂષણરૂપી ગેસના કારણે ખેતીના પાકને નુકસાન થતું હોવાનો આક્ષેપ કરી ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. ખેડૂતો દ્વારા કંપનીના ચોક્કસ પ્રોડક્ટનું ઉત્પાદન બંધ કરવાની માંગ સાથે તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.

Advertisement

સારણ ગામના ખેડૂતો દ્વારા 31 ઓગસ્ટના રોજ કરાયેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ, કંપનીમાંથી નીકળતા ગેસની અસરથી સારણ ગામની સીમ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં કપાસ, તુવેર, લીમડો સહિતના ઝાડ-પાકને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ગેસના કારણે ખેતી આધારિત તેમની આજીવિકા પર સીધી અસર પડી રહી છે અને તેમને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે.

ખેડૂતોએ વધુમાં જણાવ્યું છે કે કંપની દક્ષિણ દિશામાં આવેલી હોવાથી પવનની દિશા મુજબ અસર થતી હોવાનું જણાય છે, જ્યારે પશ્ચિમ દિશામાં નુકસાન થયું નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ, અગાઉ કંપની બંધ હતી ત્યારે આ પ્રકારનું નુકસાન થતું ન હતું તેમજ ગામમાં પણ આવી સમસ્યા જોવા મળતી ન હતી. કંપની ફરી શરૂ થયાના આશરે આઠ મહિનાથી પાકને વધુ નુકસાન થતું હોવાનો ખેડૂતોનો દાવો છે.

રજૂઆતમાં ગામના લોકોએ કંપની સામે વિરોધ વ્યક્ત કરતા કહ્યું છે કે કંપની હાલના પ્રોડક્ટને બદલે અન્ય પ્રોડક્ટનું ઉત્પાદન કરે તો તેમને કોઈ વાંધો નથી. જોકે, વર્તમાન પ્રોડક્ટના કારણે પાક અને લોકોના સ્વાસ્થ્ય પર અસર થતી હોવાના આક્ષેપ સાથે તેનું ઉત્પાદન બંધ કરવાની માંગ કરવામાં આવી છે.

ખેડૂતોનું કહેવું છે કે ખેતી તેમની જીવાદોરી છે અને પાકને નુકસાન થવાથી તેઓ ગંભીર આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

અરજીમાં વધુમાં ચીમકી આપવામાં આવી છે કે જો રજૂઆત અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો સારણ ગામના ખેડૂત ખાતેદારો તેમજ આસપાસના ગામોના ખેડૂતો હેમાની કોપકેર પ્રા.લિ. કંપનીના ગેટ સામે ધરણા પર બેસશે. આ સ્થિતિમાં ઊભી થતી તમામ જવાબદારી કંપનીની રહેશે તેવી ખેડૂતો દ્વારા ચેતવણી આપવામાં આવી છે.


Share

Related posts

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખોટી લૂંટનું તરકટ રચનાર આરોપીને અમદાવાદથી ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ*

ProudOfGujarat

રાજપીપળા શહેરનાં અનેક વિસ્તારોમાં આકરી ગરમીમાં પાણી ઓછું આવવાની બુમ.

ProudOfGujarat

ભરૂચ : ગુજરાત ગેસના અધિકારીઓ દ્વારા કર્મચારીઓને હેરાનગતિ : કર્મચારી પ્લાન્ટની બહાર પરિવાર સાથે ધરણા પર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!