Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલના સ્મિતકુમાર વસાવાએ સંસ્કૃતમાં ગોલ્ડ મેડલ મેળવી પંથકનું નામ રોશન કર્યું : દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બી.એ. સંસ્કૃતમાં પ્રથમ ક્રમ મેળવી ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી

Share

 

વાંકલ:

Advertisement

વાંકલ પંથકના પેટિયા ગામના વતની અને શ્રી એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલ, વાંકલના પૂર્વ વિદ્યાર્થી સ્મિતકુમાર સતીષભાઈ વસાવાએ શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે.

સ્મિતકુમારે સરકારી વિનયન કોલેજ, વાંકલમાંથી બી.એ. (આર્ટસ)માં સંસ્કૃત વિષય સાથે સ્નાતક અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અભ્યાસ દરમિયાન તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે.

સ્મિતકુમારની આ સિદ્ધિને બિરદાવવા શ્રી એન.ડી. દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલ, વાંકલ ખાતે સન્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન શાળાના આચાર્ય પારસકુમાર જે. મોદીના હસ્તે સ્મિતકુમારને ગોલ્ડ મેડલ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના મંત્રી હરેશભાઈ એન. મોદીએ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્મિતકુમારનું અભિવાદન કર્યું હતું. વિદ્યાર્થીની સિદ્ધિને બિરદાવતાં તેમણે અભ્યાસ ક્ષેત્રે વધુ પ્રગતિ કરી પરિવાર, શાળા તથા વાંકલ પંથકનું નામ વધુ ઊંચું કરવા શુભેચ્છા પાઠવી હતી.

સ્મિતકુમારની આ સફળતા બદલ સમગ્ર શાળા પરિવાર તથા શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળના હોદ્દેદારોએ તેમને તેમજ તેમના માતા-પિતાને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ ભવિષ્યમાં પણ સ્મિતકુમાર શૈક્ષણિક ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

સ્મિતકુમારની આ સિદ્ધિ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે. સંસ્કૃત જેવા પ્રાચીન અને સમૃદ્ધ વિષયમાં યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કરનાર સ્મિતકુમારે મહેનત, લગન અને દૃઢ નિશ્ચયથી સફળતા મેળવી શકાય છે તેનો ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે.


Share

Related posts

મઢુલી નજીકથી બાતમીના આધારે કારમાથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો……

ProudOfGujarat

વડોદરા પાસેથી ટ્રકમાં ડાયપરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ પાલિકાએ ૭૦ થી વધુ જર્જરીત મકાનોને ઉતારી લેવા નોટીસ ફટકારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!