Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મોટો ધડાકો: આમોદના જુગાર કેસમાં ૪ વર્ષથી નાસતો-ફરતો આરોપી SOGની ગીધ નજરે ઝડપાયો

Share

 

ભરૂચ:
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદ્રઢ બનાવવા તેમજ ગુનાહિત અને અસામાજિક પ્રવૃત્તિઓ પર કડક લગામ કસવા માટે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની ખાસ સૂચના બાદ, SOG ભરૂચની ટીમે મોટી સફળતા મેળવતા છેલ્લા ૪ વર્ષથી જુગારના ગુનામાં ફરાર આરોપીને દબોચી લીધો છે.

Advertisement

SOG PI એ.વી. પાણમીયા અને PI કે.એલ. પટણીના માર્ગદર્શન હેઠળ ટીમ વિસ્તારમાં અસરકારક પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ શિવાંગસિંહ પ્રતાપસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે આમોદ પોલીસ સ્ટેશનના ૨૦૨૨ના જુગાર ધારાના કેસમાં નાસતો-ફરતો આરોપી જસવંત વસાવા પોતાના ગામ અનોરના પાદર પર કાળા રંગનું ટી-શર્ટ અને ગ્રે રંગનું પેન્ટ પહેરીને ઊભો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી આરોપીને સ્થળ પરથી જ પકડી પાડ્યો હતો

.
ઝડપાયેલ આરોપી અને ગુનાની વિગત:

આરોપી: જસવંતભાઇ ભીમસંગભાઇ વસાવા (રહે. અનોર, તા. આમોદ, જી. ભરૂચ)

ગુનો: આમોદ પો.સ્ટે. ગુ.ર.નં પાર્ટ બી – ૧૧૧૯૯૦૦૩૨૨૦૧૩૨/૨૦૨૨ (જુગાર ધારા કલમ-૧૨) પોલીસે આરોપીની ઓળખ સુનિશ્ચિત કરી BNSS કલમ-૩૫(૧)(જે) મુજબ અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી માટે આમોદ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે


Share

Related posts

નડિયાદના સલુણ ગામે એકાઉન્ટ ટ્રાન્સફરના બહાને ગઠિયાએ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ૯૮ હજાર ઉપાડી લીધા

ProudOfGujarat

લીંબડી કેળવણી મંડળ દ્વારા 60 લાખથી વધુ ખર્ચે તૈયાર થનાર બાળ મંદિર નું ભુમી પુજન કરી ખાતમુહૂર્ત કરાયું

ProudOfGujarat

કંથારિયા નજીક ગરમિયા નાળામાં વહેતા રંગીન પાણીથી ચકચાર : પ્રવાહી કેમિકલયુક્ત હોવાની આશંકા, GPCB દ્વારા તાત્કાલિક સેમ્પલ લઈ તપાસની માગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!