Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સંતોષી યુવક મંડળ દ્વારા અયોધ્યા નગર વિસ્તારનાં સ્થાનિકોને માસ્ક વિતરણ કરાયું.

Share

કોરોના વાયરસના ભરડામાંથી લોકોને સાવચેતીના ભાગરૂપે સંતોષી યુવક મંડળનો નવતર અભિગમ. ભરૂચ અયોધ્યા નગર સંતોષી માતા યુવક મંડળ ટ્રસ્ટ તરફથી અયોધ્યાનગર તેમજ આજુબાજુની સોસાયટી વિસ્તારમાં કોરોના જેવા રોગનો શિકારના થવાય તે હેતુસર સ્થાનિક રહીશોને ઘરે ઘરે જઈ માસ્ક વિતરણ કરાયું. શ્રી સંતોષી માતા ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યું છે હાલમાં જ થોડા સમય પહેલા ભરૂચ શહેર અને જિલ્લામાં નર્મદા નદીમાં પૂર આવેલ તે સમયે પૂર પીડિત વિસ્તારોમાં જમવાનું તેમજ ગુજરાતી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રેઇનકોટ વિતરણ તેમજ જ્યારે પણ ભરૂચ શહેર અને જિલ્લાને કઈ પણ જરૂરત પડે ત્યારે ભરૂચ શ્રી સંતોષી માતા ટ્રસ્ટના યુવાનો ખડેપગે રહી ભરૂચ વાસીઓને સેવા કરવા કાયમ તત્પર રહે છે અને રહેશે તેમ શ્રી સંતોષી માતા ટ્રસ્ટના પ્રમુખ પરેશ લાડે જણાવેલ.

Advertisement

Share

Related posts

ભરૂચ વી.સી.ટી. ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા બોર્ડ પરીક્ષામાં વર્ષ 2025માં નોંધપાત્ર સફળતા મેળવી છે. શાળાએ 100 ટકા પરિણામ હાંસલ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.

ProudOfGujarat

માંગરોળ : શ્રી એન.ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલનું ગૌરવ.

ProudOfGujarat

ગોધરા : અમીર સત્ય ફાઉન્ડેશન ટીમનાં હોદ્દેદારોની બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!