Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ ભાજપમાં સંગઠનનો ચહેરો બદલાયો : પરેશ લાડને જિલ્લા પ્રમુખની કમાન : પ્રકાશ મોદીને પ્રદેશ બક્ષીપંચ મોરચામાં જવાબદારી : સંગઠનમાં OBC સમીકરણને વધુ મહત્વ? આગામી રાજકીય કવાયત પર નજર

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ : ગુજરાત ભાજપના સંગઠનાત્મક માળખામાં ફેરફારના ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપના નેતૃત્વમાં બદલાવ કરવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પરેશ કાંતિભાઇ લાડની તાત્કાલિક અસરથી નિમણૂક કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે.

આ સાથે ભરૂચ જિલ્લા ભાજપના વર્તમાન પ્રમુખ પ્રકાશ નરહરીલાલ મોદીને પ્રદેશ કક્ષાએ બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ પ્રદેશ મહામંત્રી તથા મુખ્ય મથક પ્રભારી ડૉ. પ્રશાંત કોરાટ દ્વારા જારી કરાયેલા સત્તાવાર પત્ર મુજબ આ સંગઠનાત્મક ફેરફાર કરવામાં આવ્યો છે.

પ્રકાશ મોદીએ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંગઠનની જવાબદારી સંભાળી હતી. હવે તેમને પ્રદેશ કક્ષાએ નવી જવાબદારી સોંપાતા ભરૂચ જિલ્લા સંગઠનની કમાન પરેશ  લાડને સોંપવામાં આવી છે.

ભાજપના સંગઠનમાં તાજેતરના સમયમાં વિવિધ કક્ષાએ હોદ્દેદારો અને પ્રભારીઓની નિમણૂકો કરવામાં આવી રહી છે. માર્ચ 2026માં પણ પ્રદેશ ભાજપ દ્વારા તમામ જિલ્લા અને મહાનગરો માટે નવા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા પ્રમુખ તરીકે પરેશ લાડની નિમણૂક બાદ હવે જિલ્લા સંગઠનમાં આગામી સમયમાં નવી ટીમ અને જવાબદારીઓમાં પણ ફેરફાર થાય છે કે કેમ તેના પર રાજકીય વર્તુળોની નજર રહેશે. બીજી તરફ પ્રકાશ મોદીને પ્રદેશ કક્ષાની જવાબદારી મળતાં તેમના સંગઠનાત્મક અનુભવનો રાજ્ય સ્તરે ઉપયોગ કરવામાં આવશે.

નવા જિલ્લા પ્રમુખની નિમણૂકને પગલે ભરૂચ ભાજપના કાર્યકરો અને આગેવાનોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. હવે પરેશ લાડના નેતૃત્વ હેઠળ જિલ્લા સંગઠન કેવી રીતે આગળ વધે છે અને આગામી સમયમાં કઈ સંગઠનાત્મક કવાયત હાથ ધરાય છે તે જોવું રહ્યું.


Share

Related posts

પાલેજ નજીક આવેલા સાંસરોદ તથા વલણ ગામમાં વીજ કંપની દ્વારા એકાએક સધન વીજ ચેકિંગ હાથ ધરાતા ગામજનોમાં અફડા તફડી સર્જાય જવા પામી હતી.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લામાં વરસાદી માહોલ ગોધરા શહેર સહિત તાલુકામાં વહેલી સવારે વરસાદ પડયો.

ProudOfGujarat

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ હદય દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!