Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઓવરટેકની ઉતાવળમાં ત્રણનો ભોગ લેવાયો! સામલોદ નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત :  જમાદાર ભઠ્ઠા પાસે સામસામે બાઈક અથડાતાં ત્રણનાં મોત, 18 વર્ષીય યુવકને ઈજા; ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ જિલ્લાના સામલોદથી આગળ જમાદાર ભઠ્ઠા નજીક બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે એક યુવકને ઈજાઓ થતાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પ્રાથમિક ફરિયાદ મુજબ, એક બાઈકચાલક પૂરઝડપે અને બેદરકારીપૂર્વક બાઈક ચલાવી ઓવરટેક કરવા જતાં સામેથી આવતી બાઈક સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં બંને બાઈક પર સવાર ત્રણ વ્યક્તિઓનાં મોત થતાં અરેરાટી ફેલાઈ હતી.

મળતી ફરિયાદની વિગતો મુજબ, ઝઘડિયાના ધોળાકુવા ગામના સ્ટેશન ફળિયામાં રહેતા 18 વર્ષીય જયેશભાઈ વસાવા પોતાના મિત્ર રાહુલભાઈ વસાવા સાથે મોટરસાઇકલ પર કામ અર્થે ઝનોરથી નબીપુર તરફ જઈ રહ્યા હતા. બાઈક રાહુલભાઈ ચલાવતા હતા. સાંજના આશરે છ વાગ્યાના અરસામાં સામલોદથી આગળ જમાદાર ભઠ્ઠા નજીક પહોંચતાં બાઈક ઓવરટેક કરવાની કોશિશ દરમિયાન સામેથી આવતી જ્યુપિટર બાઈક સાથે અથડાઈ હતી.

અકસ્મતમાં બંને બાઈક પર સવાર લોકો રસ્તા પર પટકાયા હતા. જયેશભાઈને દાઢીના ભાગે ઈજા થઈ હતી અને શરીરે મૂઢમાર વાગ્યો હતો. સ્થાનિક લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સને જાણ કરાતાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, અકસ્માતમાં રાહુલભાઈ વસાવા તેમજ જ્યુપિટર બાઈકચાલક સતીશભાઈ અને તેમની પત્ની જોશનાબેનનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. જ્યુપિટર બાઈકનો નંબર GJ-06-QF-9401 હોવાનું જણાવાયું છે, જ્યારે રાહુલભાઈ ચલાવતા બાઈકનો નંબર GJ-16-DJ-7829 હતો.

આ બનાવ અંગે ઈજાગ્રસ્ત જયેશભાઈની ફરિયાદના આધારે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત તથા ઈજા પહોંચવા અંગે કાયદેસરની તપાસ હાથ ધરવાની કાર્યવાહીનો મામલો સામે આવ્યો છે.


Share

Related posts

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે મેડિકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

કેવડીયા કોલોની ખાતે ગ્રીન બિલ્ડીંગ શાળાનું ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે લોકાર્પણ

ProudOfGujarat

ઝઘડીયાનાં વણાકપોર ગામે કોરોના પોઝિટિવ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!