Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સાર્થક ફાઉન્ડેશન દ્વારા એક મહિનામાં 287 અબોલ જીવોની સારવાર : BGP હેલ્થકેરના સહયોગથી પશુ-પક્ષીઓની સેવા; 48 અબોલ જીવોને વધુ સારવાર માટે વિવિધ પાંજરાપોળ અને હોસ્પિટલમાં ખસેડાયા

Share

 

ભરૂચ :

Advertisement

અબોલ જીવોની વેદનાને સમજી તેમની સેવા કરવી એ જ સાચો ધર્મ છે, આ ભાવનાને સાર્થક કરતાં ભરૂચની સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં કુલ 287 પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી. પ્રમુખ હેતલભાઈ શાહના માર્ગદર્શન હેઠળ BGP Health Care Pvt. Ltd.ના સંયુક્ત સહયોગથી તા. 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર, 2026 દરમિયાન આ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, એક મહિનામાં 174 શ્વાન, 19 બિલાડી, 53 ગાય, 11 નંદી, 16 ગલુડિયા અને 3 પક્ષીઓ સહિત કુલ 287 અબોલ જીવોની સારવાર કરવામાં આવી હતી. આ પશુ-પક્ષીઓ વિવિધ બીમારીઓ અને અકસ્માતને કારણે ઈજાગ્રસ્ત થયા હતા.

શ્વાનમાં પાર્વો વાઇરસ, સીડી વાઇરસ, ચામડીના ચેપ, ઉલટી, નબળાઈ, ઘા, પગમાં ફ્રેક્ચર અને અકસ્માતમાં થયેલી ઈજાઓ સહિતની તકલીફોની સારવાર કરવામાં આવી હતી. જ્યારે ગાય અને નંદી વર્ગમાં FMD, તાવ, ઘા, સાંધાની સમસ્યા, લંગડાપણું, આફરો તથા ગર્ભાશય બહાર આવવા જેવી ગંભીર સમસ્યાઓના કેસમાં પણ સારવાર આપવામાં આવી હતી.

ગંભીર સ્થિતિ ધરાવતા 48 અબોલ જીવોને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે કરજણ પાંજરાપોળ, વડોદરા પાંજરાપોળ અને ચાપડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ સ્વસ્થ થયેલા જીવોને તેમની મૂળ જગ્યાએ પરત મૂકવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ટ્રસ્ટ દ્વારા દરરોજ 40 શ્વાનને ભોજન આપવામાં આવે છે. નિઃશુલ્ક દવા સેવા પૂરી પાડવા બદલ વિરલબાઈ ચોકસીનો પણ ટ્રસ્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અબોલ જીવોની સારવાર કે મદદ માટે ટ્રસ્ટની હેલ્પલાઇન 9429862900 પર સંપર્ક કરી શકાય છે. પશુ-પક્ષીઓ પ્રત્યે દયા, કરુણા અને જીવદયાની ભાવનાને પ્રોત્સાહન આપતું આ સેવાકાર્ય સમાજ માટે પ્રેરણારૂપ બની રહ્યું છે.


Share

Related posts

જુનીયર જેસી વિંગ દ્વારા સાયન્સ વર્કિંગ મોડલની કોમ્પિટિશન યોજાઇ.

ProudOfGujarat

સુરતમાં ઝીબ્રા ક્રોસિંગ પર ઝડપથી બસ ચલાવનારા ઓપરેટરને દંડ કરવા માટે નિર્ણય

ProudOfGujarat

ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિનું પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શન, હરદીપ સિંહ પુરીના રાજીનામાની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!