Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ પોલીસે પશુઓ ભરેલો આયસર ટેમ્પો ઝડપ્યો; સુરતના બે શખ્સોની ધરપકડ, અન્ય બે વોન્ટેડ :  વાંકલ ચોકડી પાસે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ઘાસચારા અને પાણી વિના ક્રૂરતાપૂર્વક બાંધેલા ૫ પાડા-પાડી મળી આવ્યા : રૂ. ૫.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત; વાલિયાના યુસુફભાઈ અને સુરતના ટેમ્પા માલિકની શોધખોળ હાથ ધરાઈ

Share

વાંકલ  : માંગરોળ પોલીસ મંત્રાલય અને ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોસાલી ચોકડી પાસેથી પશુઓની ગેરકાયદેસર હેરાફેરી કરતો એક આયસર ટેમ્પો (નં. GJ-05-CW-9232) શંકાસ્પદ હાલતમાં ઝડપાઈ ગયો હતો. પોલીસે ટેમ્પાની તલાશી લેતા અંદર ઘાસચારા કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા વિના ટૂંકી દોરીથી ક્રૂરતાપૂર્વક બાંધેલા ૫ નાના પાડા-પાડી મળી આવ્યા હતા.

આ કેસમાં પોલીસે સુરતના લિંબાયત વિસ્તારના મેહબુબ મુસ્તુફા શેખ અને મસ્તાન અબ્બાસ કુરેશીની ધરપકડ કરી છે. પોલીસે પશુઓ, આયસર ટેમ્પો અને બે મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૫.૨૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પૂછપરછ દરમિયાન આ પશુઓ ભરી આપનાર શિલુડી (તા.વાલિયા, જિ.ભરૂચ) ના યુસુફભાઈ અને ટેમ્પાના માલિક જાકીર મુનાફ સૈયદ ઉર્ફે સમીર (રહે. સુરત) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

દીકરા-વહુના ઝઘડાથી પરેશાન સાસુને ઘર છોડવા કહેતા 181 અભયમની ટીમ પહોંચી

ProudOfGujarat

ઉમરપાડાનાં સળગતા પ્રશ્નોનાં નિરાકરણ માટે કોંગ્રેસનાં આગેવાનોએ ઉમરપાડાનાં મામલતદારને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

અંકલેશ્વરના કોસમડી ગામ નજીકથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ LCB…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!