Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પોલીસના સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં 10,000 દીવડાઓ સાથે મા અંબાની મહાઆરતી : આઠમના પાવન પર્વે પોલીસ હેડક્વાર્ટર ખાતે ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ; પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના મહાનુભાવો પરિવાર સાથે આરતીમાં જોડાયા

Share

 

ભરૂચ :

Advertisement

ભરૂચ પોલીસ દ્વારા આયોજિત ‘સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવ-2026’માં આઠમના પાવન પર્વે ભક્તિ અને આસ્થાનો અદભુત નજારો જોવા મળ્યો હતો. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા મહોત્સવમાં એકસાથે 10,000 દીવડાઓ પ્રજ્વલિત કરી મા અંબાની ભવ્ય મહાઆરતી ઉતારવામાં આવી હતી. હજારો દીવડાઓના દિવ્ય પ્રકાશ અને માતાજીના જયઘોષથી સમગ્ર ગરબા ગ્રાઉન્ડ ભક્તિમય બની ગયું હતું.

નવરાત્રીના આઠમા નોરતે આયોજિત મહાઆરતીમાં મોટી સંખ્યામાં ગરબા રસિકો જોડાયા હતા. હાથમાં પ્રજ્વલિત દીવડાઓ લઈને શ્રદ્ધાળુઓએ મા અંબાની આરાધના કરી હતી. એકસાથે 10,000 દીવડાઓની રોશનીથી ગરબા ગ્રાઉન્ડ ઝળહળી ઊઠ્યું હતું અને ભક્તિ, શક્તિ તથા આસ્થાનો અનોખો માહોલ સર્જાયો હતો.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ડીવાયએસપી ડૉ. અનિલભાઈ સીસારા, લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ મનીષભાઈ વાળા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રભાઈ વસાવા, નગરપાલિકા ચેરમેન હેમેન્દ્રભાઈ પ્રજાપતિ, ભાજપ જિલ્લા ઉપપ્રમુખ નિરલભાઈ પટેલ, ભાજપ મહિલા મોરચાનાં જિલ્લા ઉપપ્રમુખ હંસાબેન પટેલ અને આગેવાન ધર્મેશભાઈ મિસ્ત્રી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

જિલ્લાના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગરબા રસિકોએ સામૂહિક મહાઆરતીમાં ભાગ લઈ મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. ભરૂચ પોલીસના સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં 10,000 દીવડાઓની ઝગમગાટ વચ્ચે યોજાયેલી આઠમની મહાઆરતી નવરાત્રીના ઉત્સવમાં વિશેષ આકર્ષણ બની હતી.


Share

Related posts

સાગબારા પોલીસ ઊંઘતી ઝડપાઇ:વડોદરા આર.આર સેલે સેલંબામાં જુગાર રમતા ૧૦ ઈસમોને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો, પેરિસ ફેશન વીક 2023 માં પ્રથમ સૌથી યુવા ભારતીય શોસ્ટોપર બની

ProudOfGujarat

દેડિયાપાડા તાલુકાનાં નિવાલ્દા ગામે 108 નાં ઈએમટી દ્વારા સાત મહિનાની પ્રસુતાની સફળતાપૂર્વક એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!