Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ નગરપાલિકાનાં વિપક્ષ દ્વારા 6 મહિના સુધી શહેરવાસીઓને ઘરવેરો, પાણીવેરો સહીત તમામ વેરામાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગ નગરપાલિકાનાં ચીફ ઓફિસરને કરી.

Share

દુનિયાભરમાં મહા સંકટ એવા કોરોના વાયરસથી ફેલાતી મહામારીમાં લોકડાઉનનાં લીધે ધંધો રોજગાર બંધ થઇ જતા લાખો લોકો પરિવારો આર્થિક સંકટમાં છે. ગરીબ, મધ્યમવર્ગ તેમજ રોજ કમાઈને ખાવાવાળાની હાલત ખુબ કફોડી છે ત્યારે ભરૂચ નગરપાલિકાનાં વિપક્ષ દ્વારા 6 મહિના સુધી શહેરવાસીઓને ઘરવેરો, પાણીવેરો સહીત તમામ વેરામાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગ કરી. નગર સેવા સદનમાં વિપક્ષના નેતા સમસાદ સૈયદ અને દંડક હેમેન્દ્ર કોઠીવાલાએ નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂબરૂ મળી તમામ મિલકત ધારકોના 6 મહિનાના તમામ વેરા માફી અંગે પાલિકા દ્વારા લોકહિતમાં નિર્ણય લેવામાં આવે એવી દરખાસ્ત કરી રજૂઆત કરવામાં આવી.

Advertisement

Share

Related posts

ભરૂચ ના કલાકારોની ઉંચી ઉડાન-આગામી ગુજરાતી અર્બન ફિલ્મ માં પાંચ થી વધુ કલાકારો પરદા પર જોવા મળશે….

ProudOfGujarat

જંબુસર ખાતે આંગડિયા પેઢીના કર્મચારીને છરાની અણીએ લૂંટનારા ત્રણ લૂંટારુ ગણતરીના કલાકોમાં ઝડપાયા, બે લૂંટારુ સરનાર ગામના તો અન્ય એક સુરતનો નીકળ્યો

ProudOfGujarat

પંચમહાલ : કાલોલમાં બે જુથો વચ્ચે અથડામણ થતા તંગદિલી સર્જાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!