Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની મુશ્કેલીમાં વધારો : હાઈકોર્ટે વિધાનસભા 2017 ની ધોળકા બેઠકની ચૂંટણી રદ્દ કરી,જાણો વધુ.

Share

મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને મોટો ઝટકો લાગ્યો છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હાલ રાજ્યના શિક્ષણમંત્રી છે. ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી રદ્દ કરવા આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે ભૂપેન્દ્રસિંહની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો છે. ચુડાસમાની જીતને પડકારતી અરજીમાં નિર્ણય આવ્યો છે. કોંગી ઉમેદવાર અશ્વિન રાઠોડની તરફેણમાં ચુકાદો આવ્યો છે, ઉલ્લેખનીય છે કે 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાલના રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસના ઉમેદવારની હરાવી નજીવા મતથી જીત મેળવી હતી. જો કે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની આ જીતને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં આ ચૂંટણીમાં ગેરરીતિ અચરાઇ હોવાના આક્ષેપ સાથે આ અરજી કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની 2017 માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી માત્ર 327 મતે જીત્યા હતા. આ મત ગણતરીમાં બેલેટ પેપરની ગણતરી કરવામાં ના આવતા સમગ્ર વિવાદ ઉદ્ધવ્યો હતો. આ મામલે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે ફરિયાદ કરી હતી કે બેલેટ પેપરના 429 જેટલા મત તેમના તરફી હતા તેને ધ્યાને લેવામાં આવ્યા ન હતા.ચૂંટણી પંચના નિયમ અનુસાર EVM ની મત ગણતરી પહેલા બેલેટ પેપરની ગણતરી કરવાની જોગવાઇ છે. જોકે, આ નિયમને બાજુમાં મુકી EVM ની સીધી મત ગણતરી કરવામાં આવી હતી. આચારસંહિતા હતી ત્યારે ભૂપેન્દ્ર ચુડાસમાને લાભ કરાવવાના હેતુથી ડેપ્યુટી કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિના સ્થાને ધવલ જાનીની નિમણૂંક કરાઇ હતી.

Advertisement

Share

Related posts

સુરત : માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાંતાબા વીડીયા હોસ્પિટલ ડાયમંડમાં એલ.આઈ.સી ગોલ્ડન જુબેલી ફાઉન્ડેશન દ્વારા ટાટા વિન્ગર એમ્બ્યુલસ દાન કરાઈ

ProudOfGujarat

રાજપીપલા ખાતે વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રક્ષાબંધન અને બકરી ઈદનાં પર્વને ગણતરીનો સમય બાકી તેમ છતાં ભરૂચ જીલ્લાનાં બજારો સૂમસામ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!