Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ-નર્મદા જીલ્લાનાં સાતપુડા ડુંગરનાં વિસ્તારમાં એકમાત્ર નેત્રંગ તાલુકામાં ત્રણ ડેમ અને પાંચ નદીઓ વહે છે,છતાં ધરતીપુત્રોને પાણી માટે કકળાટનો સામનો કરવો પડી રહ્યો છે.

Share

પ્રાપ્ત માહિતી મુજબ દ.ગુજરાતના ભરૂચ-નમૅદા જીલ્લાના સાતપુડા ડુંગરના જંગલ વિસ્તારમાં નેત્રંગ તાલુકો આવેલ છે, જેમાં ભરૂચ-નમૅદા જીલ્લાના તમામ તાલુકાઓમાંથી એકમાત્ર નેત્રંગ તાલુકાની સીમમાંથી અમરાવતી, ટોકરી, કિમ નદી, મધુવંતી અને કરજણ નદી પસાર થાય છે, જેમાં ટોકરી નદી ઉપર બલડવા,પીંગોટ અને મધુવંતી નદી ઉપર ધોલી ડેમનું કરોડો રૂપિયાના ખર્ચે સિંચાઈ અને બાંધકામ વિભાગ દ્વારા નિમૉણ કરાતા નેત્રંગ તાલુકા સવા લાખ વધુની વસ્તી સહિત આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતાં લોકો માટે આશિવૉદરૂપ ગણવામાં આવે છે,જેમાં કરોડો રૂપિયાના ખર્ચે નદી ઉપર ડેમ અને કેનાલનું બાંધકામ કરવા પાછળ સરકારનો આશય હતો કે, આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતાં પશુ-પક્ષી,ખેડૂતો સહિત માનવ વસ્તીને આસાનીથી પાણી પીવા અને સિંચાઈ માટે પાણી મળી શકે,પરંતુ કમનસીબે બલડવા ડેમની જમણા-ડાબા કાંઠાની કેનાલનાં ૨૨૦૦ હેક્ટર જમીનના કુલ વિસ્તારમાંથી માત્ર ૩૦૦ હેક્ટર,પીંગોટ ડેમની જમણા-ડાબા કાંઠાની કેનાલનાં ૧૫૦૦ હેક્ટર જમીનના કુલ વિસ્તારમાંથી માત્ર ૨૫૦ હેક્ટર,અને ધોલી ડેમના જમણા-ડાબા કાંઠાની કેનાલના ૧૦૮૨ હેક્ટર જમીનના કુલ વિસ્તારમાંથી માત્ર ૨૦૦ હેક્ટર આસપાસની અંદાજીત જમીનમાં જ સિંચાઈ માટે આપી શકાય છે,તેવું સુત્રો પાસેથી ચોંકાવનારી માહિતી મળી છે, જ્યારે હેક્ટર જમીન સુધી સિંચાઈ માટેનું પાણી નહીં પહોંચવાનું મુખ્ય કારણ હોય શકે છે કે,તમામ ડેમની જમણા-ડાબા કાંઠાની કેનાલના કોઇ ઠેકાણા નથી,ઠેર-ઠેર જજૅરીત હાલતમાં છે,સમારકામ માટે ફંડ ફાળવવામાં આવતું નથી,જવાબદાર લોકો દ્વારા યોગ્ય વહીવટ કરાતો નથી,અને રાજ્ય અને ભરૂચ જીલ્લાના સિંચાઈ વિભાગ દ્વારા પણ ધ્યાન આપવામાં આવતું નથી તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે,જ્યારે આ વષૅ પણ ૨૦-મેની આસપાસ ત્રણેય ડેમમાં પાણીના સ્તર ઉંડા ઉતરતાં સિંચાઈ માટે અપાતા પાણી ઉપર કાપ મુકી દેવામાં આવતા શેરડી, કેળ, પપૈયા જેવા પિયત પાકમાં ભારે નુકસાન થતાં ખેડુતોની આથિૅક કમર તુટી ગઇ હતી,જ્યારે નેત્રંગ તાલુકાની સીમમાંથી અમરાવતી,ટોકરી,મધુવંતી,કરજણ અને કિમ નદી પસાર થાય છે,જે ચોમાસા અને શિયાળાની સિઝન બાદ ઉનાળામાં ભયંકર ગરમીના કારણે સુકીમઠ્ઠ થઈ જતાં નદીકાંઠે વસવાટ કરતાં ગામોમાં પશુ-પક્ષી અને માનવવસ્તીને પીવા માટે પાણી સહિત ખેડૂતોને સિંચાઈ માટેના પાણી ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે,અને પાણીના સ્તર ભુગર્ભમાં ઉતરતાં નેત્રંગ તાલુકામાં વસવાટ કરતાં લોકોની હાલત દિન-પ્રતિદિન બદ્દતર બની રહી છે,અને હાલના સમયમાં ચોમાસાની સિઝનમાં મેઘરાજા હાથતાળી આપી જતાં ખેડુતો સહિત ધરતીપુત્રોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. દ.ગુજરાતના ખેડૂતોની લાંબી લડતના કારણે ગુજરાત સરકાર દ્વારા કરજણ ડેમથી પલસી,ભીતાડા અને મોવીથી છેક વનમંત્રીના વાડી ગામ સુધી પાઇપલાઇન મારફતે સિંચાઈ અને પીવાના પાણી લઇ જવાની કરોડો રૂપિયાની યોજના બનાવવામાં આવી હતી,જેને વહીવટી મંજુરી મળ્યા બાદ તાત્કાલિક જે-તે એજન્સી દ્વારા સવૅ કરીને ખેતરમાં ખોડકામ કરીને પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવતા ખેડુતોમાં ખુશીનો માહોલ પ્રસરી જવા પામ્યો છે,પરંતુ હાલના સમયમાં આ યોજના,અને પાઇપલાઇન નાખવાની કામગીરીમાં કોઇ ઠેકાણા જણાતા નથી,અને સતત ખેડુતોને અજાણ અને અન્યાય કરીને કામગીરી કરવામાં આવતી હોય તેવી હોડ જણાતા માનવવસ્તી માટે છેલ્લી ગાડી હોવાનું જણાઈ રહ્યું છે. ગુજરાત રાજયની જીવાદોરી સમાન નમૅદા ડેમમાંથી સરકાર દ્વારા કેનાલ મારફતે કરોડો રૂપિયાના ખર્ચે છેક સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ વિસ્તાર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું હતું,અને તાપી ડેમમાંથી પણ કરોડો રૂપિયાના ખચૅ સાગબારા અને ડેડીયાપાડા તાલુકામાં ઘરે સુધી પાણી પહોંચાડવાની યોજનાની કામગીરી ચાલી રહી છે,પરંતુ કમનસીબે નમૅદા ડેમ અને તાપી ડેમના મધ્યમાં નેત્રંગ તાલુકો હોવા છતાં આજદિન સુધી પાણીનું એક ટીપું મળ્યું નથી, જેના સાચા હકદાર આદિવાસી વિસ્તારમાં વસવાટ કરતાં લોકો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : પૂર્વ પટ્ટીના ગામોમાં દિવસના બદલે રાત્રે વીજળી આપતા ખેડૂતોમાં રોષ.

ProudOfGujarat

લીંબડીમાં પાર્ક કરેલ છકડો તળાવમાં ખાબકયો, સદનસીબે જાનહાનિ ટળી

ProudOfGujarat

પાલેજ રેલ્વે સ્ટેશન નજીક એકસપ્રેસ ટ્રેનથી રન ઓવર થતાં યુવકનું કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!