Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સબજેલમાં ચરસની હેરાફેરીમાં ઝડપાયેલ સિરાજનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Share

ભરૂચ નર્મદા ચોકડીથી વર્ષ 2019 માં ચરસ સાથે ઝડપાયેલો સિરાજ ઉર્ફે કાળું બમ્બૈયા ભરૂચ સબજેલમાં સજા કાપી રહ્યો હતો તે દરમિયાન તેને આજે વહેલી સવારે છાતીમાં દુખાવો થતાં અને તબિયત બગડી જતાં અને તાત્કાલિક ધોરણે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઇ જતા સિરાજ ઉર્ફે કાળું બમ્બૈયા ઉંમર ૫૪ વર્ષ રહેવાસી જીન્નાત બંગલો કુબેર પાર્ક કંથારીયા રોડ. ભરુચ નવી સિવિલ હોસ્પિટલનાં તબીબોએ તેની સારવાર કરી હતી, જોકે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે ભરૂચ બી ડિવિઝન પોલીસે હાલ તો આ અંગે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લાના સાત તાલુકાના ૩૦૭ ગામ તળાવો તથા ૧૫૩ ચેકડેમો લોકભાગીદારીથી ઉંડા કરવામાં આવશે

ProudOfGujarat

પાલેજ નગરમાં ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની દ્વારા વિવિધ વિકાસના કાર્યો કરાયા

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા માં જામેલા વરસાદ માં આમલખાડી વારંવાર ઓવરફ્લો થઈ રહી છે જેથી ટ્રાફિક ની સમશ્યા અંકલેશ્વર શહેર તરફ વધી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!