Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ દૂધધારા ડેરીના ડેડીયાપાડાના સભાસદની રજૂઆતને પગલે જ ડેરીના સભાસદોને બોનસ અપાયું?

Share

ડેડીયાપાડાના સભાસદ કંચન વસાવાએ ભરૂચ દૂધધારા ડેરી દ્વારા ઉત્પાદકો/સભાસદોને બોનસ ન અપાતું હોવાની ભારત સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગને રજુઆત કરી હતી.

Advertisement

ભરૂચ દુધધારા ડેરી દ્વારા એના સભાસદો/ઉત્પાદકોને દર વર્ષે દુધનો ભાવફેર(બોનસ)આપવાનું નક્કી કરાતું હોય છે.GCMMF ગુજરાતના તમામ સંઘોને વેપાર તફાવતની રકમ ચૂકવે છે.તો સભાસદોને છેલ્લા ત્રણ(3)વર્ષથી દુધનો ભાવફેર(બોનસ)ભરૂચ દુધધારા ડેરીના વહીવટકર્તાઓ દ્વારા ન અપાયું હોવાની ડેડીયાપાડાના એક સભાસદે ભારત સરકારના રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગને લેખિતમાં રજુઆત કરી હતી.એમની રજૂઆતને પગલે ડેરી દ્વારા સભાસદોને બોનસના ચેકોનું વિતરણ કરાયું હતું.તો બીજી બાજુ આ રજૂઆતને પગલે જ સભાસદોને બોનસ આપવાની ફરજ પડી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ ભરૂચ દુધધારા ડેરી પોતાના સભાસદો/ઉત્પાદકો દ્વારા અપાતું દૂધ GCMMF આણંદને આપે છે સાથે સાથે પોતે વેચાણ પણ કરે છે. દર વર્ષે GCMMF ભરૂચ દૂધધારા ડેરીને દુધનો ભાવફેર(બોનસ)અપાતું હોય છે એ પ્રમાણે ભરૂચ દૂધ દૂધધારા ડેરીએ પોતાના સભાસદો/ઉત્પાદકોને દુધનો ભાવફેર આપતું હોય છે.ત્યારે ભરૂચ દુધધારા ડેરીના વહીવતકર્તાઓ દ્વારા છેલ્લા ત્રણ(3)વર્ષનું બોનસ સભાસદો/ઉત્પાદકોને ન અપાયું હોવાની લેખિત રજુઆત ડેડીયાપાડાના આંબાવાડી ગામના જાગૃત સભાસદ કંચનભાઈ સનાભાઈ વસાવાએ દૂધ ઉત્પાદકોને હિતને ધ્યાને લઈને ભારત સરકારના દિલ્હી સ્થિત રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગને કરી હતી.
જેને લઈને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના ડિરેકટર હર્ષદભાઈ વસાવાએ ગુજરાત રાજ્ય સહકાર વિભાગના કમિશનરને આ મામલે યોગ્ય કરવા સૂચના આપી હતી.બાદ ગુજરાત રાજ્ય સહકાર વિભાગના કમિશનર જાતે ડેડીયાપાડા ખાતે સ્પોટ વિઝીટ માટે દોડી આવ્યા હતા અને ગંભીરતા દાખવી રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગને આ મુદ્દે રિપોર્ટ કર્યો હતો.ગત 30/7/2018ના રોજ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે દિલ્હી રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના સભ્ય હર્ષદ વસાવાની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી.આ બેઠકમાં આયોગના સભ્ય હર્ષદ વસાવાએ ભરૂચ દૂધધારા ડેરીના વહિવટકર્તાઓને સભાસદોને ભાવફેર(બોનસ) આપવા જણાવ્યું હતું.જેને લઈને ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે ભરૂચ દૂધધારા ડેરીની મળેલી બોર્ડ મિટિંગમાં સભાસદોને બોનસ આપવાનું નક્કી કર્યું હતું.અને 5/9/2018 ના રોજ ડેડીયાપાડા ખાતે ભરૂચ દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે સભાસદોને બોનસના ચેક આપ્યા હતા.


Share

Related posts

ચમારડી નજીક કાળુભાર નદીના નાળામા ટ્રક પલ્ટી મારી જતાં ડ્રાઈવરનું મોત નિપજ્યું.

ProudOfGujarat

સુરતનાં રાંદેરમાં એક મહિનાથી ગંદા પાણીથી સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં બેંક ઓફ બરોડાનું વારંવાર ખોટવાતું ઓટોમેટિક એન્ટ્રી મશીન નવું મુકવા માંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!