Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે વાદળછાયા વાતાવરણ બાદ આજરોજ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી.

Share

ભરૂચ શહેર અને જિલ્લામાં ગરમીના પ્રકોપ વચ્ચે સ્થાનિકો અસહ્ય ગરમીમાં શેકાવા આવવા મજબૂર બન્યા હતા. ભરૂચ શહેર અને જિલ્લામાં ગરમીનો પારો સતત ૪૦ ડિગ્રી ઉપર રહેતો હતો. જોકે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ બે દિવસથી છુટો છવાયો વરસાદ પડી રહ્યો હતો. જોકે આજરોજ વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે તેમજ ભીંજાયેલી માટીની ખુશ્બુએ લોકોના મન મોહી લીધા છે. ભરૂચ શહેર અને જિલ્લામાં એક તરફ કોરોનાનો કહેર છે તો બીજી તરફ ગરમીનો પ્રકોપ હતો પરંતુ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. સંભવિત નિસર્ગ વાવાઝોડાની અસરને પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જોકે ભરૂચ જિલ્લા પરથી નિસર્ગ વાવાઝોડા ખતરો ટળી ગયો છે. બે દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ આજે વહેલી સવારે મેઘરાજા ભરૂચ જિલ્લા પર મહેરબાન થયા છે. ભરૂચ અને અંકલેશ્વરમાં સવાર થતાંની સાથે જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં રોડ પર પાણી વહેતું નજરે પડયું હતું. જો કે ૪૦ ડિગ્રીની ગરમી બાદ વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. એકાએક વરસાદના આગમનથી વરસાદનો અંદાજો લોકોને ના હોવાને પગલે કામ અર્થે નીકળેલા લોકો વરસાદમાં પલળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદના આગમનથી બેંક સહિત વિવિધ કામ અર્થે ગયેલા લોકો વરસાદમાં પલળવાથી બચવા માટે છાપરા અને વૃક્ષ નીચે જેવી જગ્યા પર એકત્રિત થઈ સામાજિક અંતર જાળવવામાં પણ નિષ્ફળ રહ્યા હતા. નોંધનીય બાબત છે કે ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જોકે વરસાદ બાદ વાતાવરણમાં પલટાથી લોકોને ખાંસી અને શરદી જેવી બીમારી થવાની સંભાવના છે ત્યારે કોરોના કહેર વચ્ચે વાતાવરણમાં પલટા બાદ હવે લોકો સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખી જાગૃત રહે તે અત્યંત જરૂરી છે. નહીંતર આગામી દિવસમાં કોરોનાનાં આંક વધવાની શક્યતાઓ છે.

Advertisement

Share

Related posts

નવસારી પંથકમાં રાજ્ય કક્ષાની સાયકલીંગ સ્પર્ધા

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા ચોકડી પર આવેલ લક્ષ્મી ઓટો ઇલેક્ટ્રિકલ માં ગત રાત્રી ના આગ લાગતા લાખો રૂપિયા નું નુકસાન થવા પામ્યું છે.

ProudOfGujarat

વલણ હોસ્પિટલ ખાતે મફત નેત્ર રોગ નિદાન તેમજ રક્તદાન શિબિર યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!