Proud of Gujarat
FeaturedGujaratINDIA

વલણ હોસ્પિટલ ખાતે મફત નેત્ર રોગ નિદાન તેમજ રક્તદાન શિબિર યોજાઇ

Share

પાલેજ નજીક વલણ સાર્વજનિક હોસ્પિટલ ખાતે તારીખ ૮મી ડિસેમ્બર ને રવિવારના રોજ યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું ઉપરાંત મફત આંખ ના રોગ નો સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલેજ-વલણ રોડ ઉપર આવેલ વલણ સાર્વજનિક હોસ્પિટલ ખાતે રવિવાર ના રોજ આંખના દર્દીઓ માટે મફત કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૭૦ આંખ નાં દર્દી ઓએ લાભ લીધો હતો.કેમ્પ માં ડોક્ટર રાજેશ પટેલ તેમજ ટીમે સેવાઓ આપી હતી જેમાં ૧૦૫ જેટલા દર્દીઓને આંખમાં ઉતરી આવેલા મોતિયાનું તબક્કાવાર ઓપરેશન મફત માં કરવામાં આવશે અને દર્દીઓને આંખમાં વિના મૂલ્યે લેન્સ બેસાડવામાં આવશે. કેમ્પ દરમિયાન આંખ ના દર્દીઓને નંબર વાળા ચશ્માનું પણ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.આંખ ના દર્દીઓ માટે આયોજિત શિબિર કરમાડ ના દાનવીર હાજી અબ્દુલ રેહમાન ઈસ્માઈલ ચોટી અને તેમના પરિવારના સૌજન્યથી વલણ સાર્વજનિક હોસ્પિટલ નાં સહયોગ થી યોજવામાં આવ્યો હતો. ઉપરાંત વડોદરા ઈન્દુ બ્લડ બેંક તેમજ વલણ સાર્વજનિક હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલેજ આજુબાજુ નાં સસરોદ,વલણ,માકણ,ઇખર, તેમજ અન્ય ગામોમાંથી મળી ૭૫ થી વધુ યુવાનોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું.આ પ્રસંગે વલણ સાર્વજનિક હોસ્પિટલ નાં પ્રમુખ શ્રી અબ્દુલભાઇ મટક,ઉપ પ્રમુખ શ્રી સીરાજ ભાઈ અફીણવાલા,તેમજ સેક્રેટરી શ્રી ઇકબાલ ભાઈ ઇખરીયા તેમજ ટ્રસ્ટીઓ સહિત હોસ્પિટલ નો સ્ટાફ ખડે પગે ઊભાં રહી સેવા બજાવી હતી.

ઐયુબ મોદી:-: પાલેજ

Advertisement

Share

Related posts

ઝઘડિયા : પેસા એક્ટ હેઠળનાં જમીન સંપાદન અધિનિયમનો અમલ ક્યારે ?

ProudOfGujarat

ભરૂચના એડવોકેટ એન્ટીકરપ્શન બ્યુરોની ઝપેટમાં રૂપિયા ચાર લાખની કરી માંગ

ProudOfGujarat

ભરૂચ શહેરમાં ૧૨ મી ફેબ્રુઆરીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી ૨ લાખ લોકોને એક ટાઈમનો પાણી કાપ વેઠવો પડશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!