Proud of Gujarat
INDIAFeaturedGujarat

ને.હાઇવે નંબર ૪૮ પર આવેલા ભરૂચ તાલુકાનાં નબીપુર-કવિઠા ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે એક ઈસમનું કરૂણ મોત.

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા ને.હાઇવે ૪૮ પર આવેલા ભરૂચનાં નબીપુર ગામ નજીક એક અજાણ્યા વાહન ચાલકે કોઈ અજાણ્યા ઇસમને અડફેટે લેતા અજાણ્યા ઈસમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા તરફથી ભરૂચ તરફ જતા એક અજાણ્યા વાહને રાહદારી અજાણ્યા ઇસમને અડફેટમાં લેતા રોડ ક્રોસ કરી રહેલા અજાણ્યા ઈસમનું મોત નીપજવા પામ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી કરી અજાણ્યા ઇસમના મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. મૃતકનાં પરિવારજનોનો હજુ સંપર્ક થઈ શક્યો નથી એમ જાણવા મળ્યું છે. વધુ તપાસ નબીપુર પોલીસ કરી રહી છે.

ઇમરાન ઐયુબ મોદી, પાલેજ

Advertisement

Share

Related posts

શહેરા : વણજારીયા ગામના શહીદ જવાન હરિસિંહ પરમારના પરિવારની મદદે સાદરા ગામના જશવંતભાઈ માછી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં અનેક વિસ્તારોમાં વીજપુરવઠો છેલ્લા 4 દિવસથી ખોરવાયો.

ProudOfGujarat

ભાવનગર ઘોઘાસર્કલ પાસે વ્રુક્ષ પડતા 2 ને ઈજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!