Proud of Gujarat
INDIAFeaturedGujarat

માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામનાં ચાર રસ્તા નજીકનાં વિજ ટ્રાન્સફોર્મર પાસે ગયેલા યુવકને વીજ કરંટ લાગતા સળગી ગયો હતો.

Share

ઝંખવાવ ચાર રસ્તા ઉપર માંડવી તરફ જવાના માર્ગની બાજુમાં દુકાન અને કેબીનની પાછળ વિજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે. આ વિજ ટ્રાન્સફોર્મર પાસે સવારે ૧૧ વાગ્યાનાં સુમારે એક યુવક કોઈક કારણોસર ગયો હતો અને આ યુવકને વિજ કરંટ લાગતા સળગી ઉઠયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા યુવકને તાત્કાલિક સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જઈ સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે તેને સુરત સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. આ યુવક નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનાં મકવાણ ગામનો વતની હોવાનું તેમજ તેનું નામ રાકેશ વસાવા હોવાનું જણાવા મળ્યું હતું. આ યુવકનાં સગા સબંધી ઝંખવાવ ગામે કોઈ રહેતા નથી અને કયા કામ માટે ઝંખવાવ ગામે આવ્યો આ યુવક પોતે આત્મહત્યા કરવા માંગતો હોય અથવા કોઈ પ્રકારની ભૂલથી વિજ ટ્રાન્સફોર્મર પાસે પહોંચી ગયો હોય તે અંગે કોઈ વિગત જાણવા મળી નથી.

Advertisement

Share

Related posts

કચ્છ-ભુજમાં 1 મહિના સુધી રહેશે પાણીકાપ-પાઈપલાઈનમાં સમારકામના કારણે પાણીકાપ કરાશે..

ProudOfGujarat

ભરૂચના શુક્લતીર્થ ગામે સરકારી જમીન પરનું ૧૮ વર્ષ જૂનુ ધાર્મિક દબાણ જમીનદોસ્ત : બાપા સીતારામની મઢુલીનું દબાણ હટાવાયું, જમીન શ્રી સરકાર હસ્તક કરાઈ ૨૦૦૮થી અરજદારની રજૂઆતો છતાં કાર્યવાહી માટે ૧૮ વર્ષનો સમય લાગ્યો 

ProudOfGujarat

ગોધરા : કોરોના માહોલમાં વોર્ડ -૧ નાં વિસ્તારો ગંદકીથી ખદબદી રહ્યા છે,રોગચાળો ફાટે તો જવાબદાર કોણ ???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!