Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાનાં પિપદરા ગામે પચાસ વર્ષીય ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

Share

ઝઘડીયા તાલુકાનાં રાજપારડી નજીકનાં પિપદરા ગામે એક પચાસ વર્ષીય ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ પિપદરા ગામે રહેતા પચાસ વર્ષીય કમલેશભાઇ મનુભાઈ પટેલ નામનાં ઇસમને તકલીફ જેવું જણાતા તેમનો સેમ્પલ લેવાયો હતો.બાદમાં આ ઇસમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.વધુમાં મળતી વિગતો મુજબ આ ઇસમ અંકલેશ્વર ખાતે જીઆઇડીસીમાં નોકરી કરે છે અને છેલ્લા દસ દિવસથી રજા પર હતા.પરંતુ ગઇકાલે નાઇટ ડ્યુટીમાં ગયા હોવાનું જાણવા મળ્યુ હતું.પિપદરા ગામે કોરોના પોઝિટિવ દર્દી જણાતા આરોગ્ય વિભાગ દ્વારા આ ઇસમના ઘરના પાંચ સભ્યોને અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને આ પોઝિટિવ આવેલ દર્દીને આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ હોસ્પિટલ ખાતે લઇ જવા કવાયત હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભરુચ જિલ્લામાં દિવસે દિવસે કોરોનાના કેસ વધતા જાય છે,તેમાં ઝઘડીયા તાલુકાનો ગ્રામ્ય વિસ્તાર પણ કોરોનાની લપેટમાં આવી રહ્યો હોવાથી તાલુકાની જનતા ચિંતિત બની છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીની કંપનીમાંથી ૩૩ નંગ પંપસેટની ચોરી થઈ.

ProudOfGujarat

ભરૂચનાં રચના નગરમાંથી શહેર સી ડિવિઝન પોલીસે 26,000 નાં મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો.

ProudOfGujarat

નડિયાદની સી.બી.પટેલ આર્ટસ કોલેજમાં ‘વસંત વિલાસ’ ફાગુ કૃતિ પર સેમિનાર અને કવિ નર્મદની જન્મજયંતીની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!