Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં સાયબર ક્રાઇમનાં વધતાં જતાં નાણાંકીય છેતરપિંડીનાં બનાવોમાં રૂ.33,182 રિફંડ કરાવી આપતી ભરૂચ સાયબર સેલ પોલીસ.

Share

ભરૂચ જીલ્લામાં સાયબર ક્રાઇમનાં બનાવો ઉપરાચાપરી બની રહ્યા છે. જોકે ભરૂચ સાયબર સેલ પોલીસ પણ સક્રિય બની છે. તાજેતરમાં ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા અને એલ.સી.બી. પોલીસનાં પી.આઇ. જે.એન.ઝાલા તેમજ પી.એસ.આઇ. એ.એસ.ચૌહાણનાં માર્ગદર્શન હેઠળ સાયબર સેલ પોલીસે મહત્વનાં ગુનાઓ શોધી છેતરપિંડીનાં ભોગ બનનારને નાણાં પરત અપાવ્યા હતા. જેમ કે એક અરજદારને કોરોના મહામારીમાં રૂપિયાની મદદ આપીશું એમ જણાવી નાણાંકીય છેતરપિંડી કરવામાં આવી હતી. જ્યારે બીજા અરજદારને એવો કોલ આવ્યો હતો કે “બેંકમાાંથી મેનેજર બોલુ છુ આપનુ ATM કાર્ડ વેરીફાઇ કરવાનુ છે” તેમ કહી અરજદાર પાસે ATM કાર્ડની ગુપ્ત માહીતી મેળવી નાણાકીય છેતરપીંડી કરેલ છે. ત્રીજા અરજદારનાં ખાતામાંથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હતા. જયારે ચોથા અરજદારને ઓનલાઈન વોલેટ PAYTM કંપનીના KYC અપડેટ કરાવાના બહાને અરજદારનાં બેંકના એકાઉન્ટની વિગત મેળવી છેતરપિંડી કરાઇ હતી. આ બનાવમાં કુલ રૂ.33,182 જેટલી રકમ છેતરપિંડીનો ભોગ બનનારને પરત અપાવવામાં સાયબર સેલ પોલીસ સફળ નીવડી હતી.

Advertisement

Share

Related posts

રાજકોટ-જેતપુરના ગૉદરા વિસ્તારમાં આવેલ કબ્રસ્તાનમાં દિપડો આવી ચડ્યો…..

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના વાગરા તાલુકા ના ખોજબલ ગામે પતિ-પત્ની ના ઝઘડામાં પતિ એ પત્ની ને માથા ઈજાઓ પોહોચાડતા પત્ની નું સારવાર દરમિયાન મોત નિપજતા ભારે ખળભળાટ મચ્યો હતો

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના જનસાળી ગામે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!