Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં ભકતજનોએ શ્રદ્ધાપૂર્વક દશા માઁ ને પોતાના નિવાસ સ્થાને બિરાજમાન કરી વ્રતની શરૂઆત કરી.

Share

લોકોની દશા સુધારનાર દશા માઁ નાં વ્રતની શરૂઆત થઈ ચૂકી છે. દર વર્ષે દશા માઁ નાં ભકતોની સંખ્યા વધતી જાય છે. ત્યારે લોકો પોતાની અને કુટુંબની દશા સુધારવા આ વ્રત કરે છે. દશા માઁ નું વ્રત કરવા અંગે ખૂબ કડક નિયમો છે જેમ કે વ્રતનાં દિવસો દરમ્યાન માંસાહાર કે મદિરાપાન પર અંકુશ રાખવો પડે છે. સ્વ્ચ્છતાને અગ્રિમતા આપવામાં આવે છે. સાથે સાથે ભકતોએ નિયમિત સવાર-સાંજ કથા અને આરતી સમૂહમાં બેસી કરવાની હોય છે. આ વર્ષે માતાનાં ભકતોએ પોતાની દશા સુધારવા સાથે સાથે વિશ્વની અવદશા કરનાર કોરોના વાઇરસને ભગાડી મૂકવા અંગે મનોકામના વ્યકત કરી હતી.

Advertisement

Share

Related posts

થાઈલેન્ડના મંદિરમાં ડ્રગ્સને લઈને દરોડા, નશાની હાલતમાં મળ્યા તમામ પૂજારી, જેલના બદલે પહોંચ્યા…

ProudOfGujarat

રાજપીપલા જેલમાં બંદીવાન ભાઈઓ માટે નવરાત્રિ ગરબાનું આયોજન.

ProudOfGujarat

108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા ઇન્ટરનેશનલ નર્સિસ ડે ની ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!