Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ને.હા. નં. 48 પાલેજ નજીક 3 ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો.

Share

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાલેજ નજીક 3 ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ભરૂચનાં જનોર ગામેથી દિવેલીઓની ગુણી ભરેલ આયસર ટેમ્પો જે ડભોઇ જઈ રહ્યો હતો ત્યારે નેશનલ હાઇવે નંબર ૪૮ પર વરેડિયા પાસે ટ્રાફિક હોવાથી ઉભો રહેતાં એક ટેન્કર પુરઝડપે પાછળથી આવતાં દિવેલી ભરેલ આયસર ટેમ્પાની પાછળ ધડાકાભેર અથડાતાં અકસ્માત થવા પામ્યો હતો. આ અકસ્માતમાં 6 વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે 2 ટ્રક વચ્ચે અકસ્માત થયા બાદ ત્રીજી ટ્રક પાછળથી અથડાય હતી.

પરંતુ સદનસીબે અકસ્માત જીવલેણ સાબિત થયો નથી. અકસ્માતનાં પગલે ટ્રાફિકજામ થઈ ગયો હતો. બંને દિશાઓમાં વાહનોની કતાર ખડી થઇ ગઈ હતી. પાલેજ પોલીસે સમયસરની કામગીરી કરતાં ગણતરીનાં સમયમાં ટ્રાફિક નિયમિત થઈ ગયો હતો. પાલેજનાં અકસ્માત અંગે સાંજે 6 વાગ્યા સુધી પાલેજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાય ન હતી. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આ બનાવમાં 6 વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી જેમને ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. અત્રે એ નોંધવું રહ્યું કે અનલોકની પ્રક્રિયા દરમ્યાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહન વ્યવહાર વધી રહ્યા છે ત્યારે હવે અકસ્માતના બનાવો વધવા માંડયા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પીરામણ નાકા પર ટ્રાફીક જામની સમસ્યામા વધારો

ProudOfGujarat

ભરૂચની શ્રવણ શાળામાં કલા વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર : સુજલામ સુફલામ અંતર્ગત ખોદવામાં આવેલુ તળાવ શોભાના ગાંઠિયા સમાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!