Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

દહેગામ થી કુકરવાડા જવાના રસ્તા પરથી વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ ગ્રામ્ય પોલીસ

Share

દહેગામ થી કુકરવાડા જવાના રસ્તા પરથી વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ ગ્રામ્ય પોલીસ
મોટરકાર અને વિદેશી દારૂ અને મોબાઇલ મળી કુલ રૂપિયા ૨.૭૦ લાખ કરતા વધુની મત્તા જપ્ત એક આરોપી ઝડપાયો એક વોન્ટેડ
ભરૂચ ગ્રામ્ય પોલીસ દ્વારા તા.૧-૮-૨૦૨૦ ની મોડી સાંજે ભરૂચ તાલુકા દહેગામ થી કુકરવાડા તરફ જવાના રસ્તા પરથી મળેલ બાતમીના આધારે અલ્ટોકાર માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ બાબતે પોલીસે બે આરોપી સામે ફરિયાદ નોંધાવી છે. જે પૈકી એક આરોપી ઝડપાયો છે જ્યારે એક આરોપી વોન્ટેડ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. તા.૧-૮-૨૦૨૦ ની મોડી સાંજે બાતમીના આધારે ભરૂચ ગ્રામ્ય પોલીસ ના પી.આઇ રણા એ વોચ ગોઠવતા દહેગામ થી કુકરવાડા જવાના રસ્તા પર એક અલ્ટોકાર પસાર થતી જણાઈ હતી. જેને રોકી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશીદારૂ કાર અને મોબાઇલ મળી કુલ ૨.૭૦ લાખ થી વધુની મત્તા જપ્ત પોલીસે કરી હતી. આરોપી અશ્વિન કિરણસિંહ સૂરમાં રહે.વાવ તા.વાગરા ને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે અવિનાશ વાસાવ રહે.જુનાદીવા
તા.અંકલેશ્વર ને પોલીસે વોન્ટેડ જાહેર કરેલ છે. આ બનાવની તપાસ ભરૂચ ગ્રામ્ય પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગની ચાસવડ દુધ ડેરીએ ૩૧૨ બેગ પશુદાનનું વિતરણ કર્યું.

ProudOfGujarat

જંબુસરનાં કાવા ગામના તળાવ પાસે મગર દેખાતા ગ્રામજનોમાં ફફડાટ, વન વિભાગે મગરને રેસ્ક્યુ કરી પાંજરે પૂર્યો..!!

ProudOfGujarat

आमिर खान की “सीक्रेट सुपरस्टार” ने विदेश में मचाई धूम!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!