Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વચગાળાનાં જામીન પરથી ફરાર થયેલ કાચા કામના આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

Share

ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી પેરોલ ફર્લો સ્કોડ પોલીસે વચગાળાનાં જામીન પરથી ફરાર કેદી શોધી કાઢયો હતો. આ અંગેની વિગત જોતાં પેરોલ ફર્લો સ્કોડનાં પી.એસ.આઇ. બી.ડી. વાધેલાનાં જણાવ્યા અનુસાર તેમની ટીમનાં માણસોને બાતમી મળી હતી કે દહેજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુનાનાં કાચા કામનાં આરોપી સુરેશ બાલુભાઈ રાઠોડ રહે.ટાવર ફળિયા દહેજ તા.વાગરાને તા.20-5-2020 નાં રોજ બે માસ માટે તા.18-7-2020 સુધી વચગાળાનાં જામીન પર મુકત કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ 18-7-2020 નાં રોજ ભરૂચ સબજેલ ખાતે હાજર ન થતાં મળેલ બાતમીનાં આધારે દહેજ ખાતે તેના ઘરેથી પેરોલ ફર્લો સ્કોડએ ઝડપી પાડી કોરોના ટેસ્ટ અંગેની તજવીજ કરાવવા તેમજ આગળની કાર્યવાહી કરવા દહેજ પોલીસને સુપ્રત કરેલ છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કરજણમાં વર્લ્ડ ટોબેકો ડે નિમિતે વ્યસન મુક્તિ રેલી યોજાઈ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે એક મકાન નજીકથી માદા દીપડો પકડાયો

ProudOfGujarat

ભરૂચની કે.જે પોલીટેક્નિક કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!