Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કાવી ગામથી 8 માસ અગાઉ સગીરાનું અપહરણ કરનાર આરોપીને સગીરા સાથે ઝડપી પાડતી એલ.સી.બી.

Share

ભરૂચનાં કાવી ગામમાંથી લગ્ન કરવાની લાલચ આપી સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતુ. એલ.સી.બી. પોલીસને મળેલ બાતમીનાં આધારે આરોપીને ખરોડ ગામ ખાતેથી સગીરા સાથે ઝડપી પાડયો હતો. આ અંગે વિગતે જોતા એલ.સી.બી. પી.આઈ જે. એન ઝાલાને મળેલ બાતમીના આધારે કાવી પોલીસ મથક ખાતે નોંધાયેલ અપહરણના ગુનાનાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તા. 5.1.20 ના રોજ સગીરાનું અપહરણ કર્યું હોવાનો ગુનો નોંધાયો હતો. સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઇ જવામાં આવી હતી જેને આરોપી રાજુ ગણપત ગોહીલ રહે. શભા તા. જંબુસરને અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ખાતેથી ઝડપી પાડવામાં આવેલ હતા. આ કામગીરીમાં એલ.સી.બી। ના પી.એસ.આઈ. પી.એસ બરંડા અને વાય. જી ગઢવી અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Advertisement

Share

Related posts

પાટનગરમાં ધમાસાણ: આજથી વિધાનસભાનું બે દિવસનું સત્ર, જોવા મળશે ધાનાણીની ધમાલ…

ProudOfGujarat

સાયખાની હોબેંકસ મેડિસીન્સ કંપની પાછળ ચાર ભેંસોના શંકાસ્પદ મોતથી ચકચાર : પશુપાલકોમાં રોષની લાગણી ફેલાઈ

ProudOfGujarat

ગોધરા : ઇતિહાસ વિભાગના નવિન વિદ્યાર્થીઓનો પ્રવેશ સભારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!