Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : વલસાડ જીલ્લાનાં વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ.

Share

વલસાડ જીલ્લાનાં વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી. પોલીસે ઝડપી પાડેલ છે. આ અંગેની વિગત જોતાં ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના અને માર્ગદર્શનનાં આધારે નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવાની ઝુંબેશ ચાલી રહી છે. જેના અનુસંધાને એસ.ઓ.જી. પી.આઇ. પી.એન. પટેલની સૂચનાનાં આધારે પી.એસ.આઇ.એન.જે.ટાપરિયા તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ધર્મેન્દ્ર જુલાલને મળેલ બાતમીનાં આધારે વલસાડ જીલ્લાનાં વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા આરોપી ગની મોહંમદ ઇસ્માઇલભાઈ મન્સૂરી રહે. મિલન રેસિડન્સી, રહાડપોર, ભરૂચ નાઓને ભરૂચ રેલ્વે સ્ટેશન પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

યુવા ભાજપ પ્રેરિત આઝાદીકા અમૃત મહોત્સવ યાત્રા નેત્રંગ ખાતે આવતા સ્વાગત કરાયું.

ProudOfGujarat

ભરૂચ : ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ઝઘડીયા તાલુકાનાં વિજેતા ઉમેદવારો સાથે શુભેચ્છા મુલાકાત યોજી.

ProudOfGujarat

સુરત : ઉધના વિસ્તારના મસ્તાન નગરમાં મકાન અને દુકાનો ખાલી કરાવવાના મુદ્દે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!