Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં કેટલો વરસાદ વરસ્યો જાણો ?

Share

વરસાદની મોસમ સમાપ્ત થવા આવી છે ત્યારે ભરૂચ જીલ્લામાં વરસાદ આખરી ચમકારો બતાવતો હોય તેમ ગત રાત્રિનાં સમયે ગણતરીનાં કલાકોમાં ભરૂચ જિલ્લા સહિત અન્ય તાલુકાઓ સહિત કુલ 9 ઇંચ વરસાદ ખાબકયો હતો. જેમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ ભરૂચ તાલુકામાં અને સૌથી ઓછો 9 મી.મી. વરસાદ જંબુસર તાલુકામાં વરસ્યો હતો. બાકીના તાલુકાની વિગત જોતાં આમોદ તાલુકામાં 18 મી.મી., અંકલેશ્વર તાલુકામાં 21 મી.મી., હાંસોટ તાલુકામાં 34 મી.મી., નેત્રંગ તાલુકામાં 28 મી.મી., વાગરા તાલુકામાં 26 મી.મી., વાલિયા તાલુકામાં 32 મી.મી., ઝધડિયા તાલુકામાં 10 મી.મી., મળી કુલ 226 મી.મી. એટલે કે 9 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હતો.

Advertisement

Share

Related posts

હાસોટ તાલુકાના પટાંગણ ખાતે ખેડૂતોની બેઠક : સિંચાઈ સમસ્યાઓ અને સહકારી ચૂંટણીઓ પર ચર્ચા

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુકત ઉપક્રમે વિશ્વ પર્યાવરણની ભવ્ય ઉજવણી કરાઇ.

ProudOfGujarat

લીંબડી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર ખાતે ધોરણ 10 અને 12 ની પરીક્ષા અંર્તગત વિચારનું વાવેતર કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!