Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુકત ઉપક્રમે વિશ્વ પર્યાવરણની ભવ્ય ઉજવણી કરાઇ.

Share

સુરત મહાનગરપાલિકા અને વનવિભાગના સંયુકત ઉપક્રમે પમી જુન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વન, આદિજાતિમંત્રી ગણપતસિંહ વસાવા તથા વન, આદિજાતિ રાજયમંત્રી રમણભાઈ પાટકરે નવી સિવિલ કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરીને કરી હતી. આ વેળાએ મંત્રીઓ તથા અન્ય પદાધિકારીઓ, અધિકારીઓએ કોરોના વોરિયર્સ સમા ડોકટરઓ, નર્સીગ સ્ટાફને તુલશીના રોપા આપીને સન્માનિત કર્યા હતા.

આ વેળાએ નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ ખાતે યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે મંત્રી વસાવાએ જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં વૃક્ષોનું અનેરૂ મહત્વ રહેલું છે. ગ્લોબલ વોર્મિંગના પડકારોનો સામનો કરવા માટે જળ, જમીન અને વાયુ પ્રદુષણ ઘટાડીને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને ભાવિપેઢી માટે સ્વસ્થ પ્રાકૃતિક વારસાનું નિર્માણ કરવાની હિમાયત તેમણે કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી એક મહીના દરમિયાન બે લાખ તુલશીના રોપાનું વિતરણ કરવામાં આવશે. તાઉ-તે વાવાઝોડાના કારણે જે વૃક્ષો ધરાશાયી થયા છે તેના સ્થાને નવા વૃક્ષો વાવેતર કરવાનો નિર્ધાર વ્યકત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે, ૨૦૦૩ ના વર્ષમાં વનો બહારના વિસ્તારમાં ૨૫ કરોડ વૃક્ષો હતા જે ૨૦૧૭ માં વધીને ૩૪ કરોડે પહોચ્યા છે. રાજય સરકારના અવિરત પ્રયાસોના કારણે ભારત સરકારના ૨૦૧૭ ના સર્વે અનુસાર રાજયના વનક્ષેત્ર વિસ્તારમાં ૧૦૦ ચો.કિ.મી.ના જંગલ વિસ્તારમાં વધારો થયો હોવાનું મંત્રીએ કહ્યું હતું. ગ્રીન ગુજરાત કલીન ગુજરાતના મંત્રને સાર્થક કરીને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા માટે મહાનગરપાલિકા પણ સંકલ્પબધ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ અવસરે વન, આદિજાતિ રાજયમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના સમયે આપણને ઓકિસજનની કિંમત સમજાય છે ત્યારે આવનારા સમયમાં વધુમાં વધું વૃક્ષોનું જતન અને સવર્ધન થાય તેવા પ્રયાસો કરવા પડશે. સમતોલ વાતાવરણ માટે ૩૩ ટકા વન વિસ્તાર જરૂરી છે. જેની સામે ગુજરાતમાં ૧૧ ટકા વિસ્તાર છે જેની પૂર્તતા કરવા માટે સૌને વૃક્ષોનું વાવેતર કરવાનો અનુરોધ મંત્રીએ કર્યો હતો.

મહાનગરપાલિકાના મેયરશ્રી હેમાલીબેન બોધાવાલાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાએ છેલ્લા પાંચ વર્ષમાં બી.આર.ટી.એસ.ના ડિવાઈડર, તળાવો, બાગ બગીચાઓમાં ૧૦ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. આગામી દિવસોમાં પણ પાલિકાના વિસ્તારોમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને ધરતીને હરિયાળી બનાવવાનો સૌ કોઈને અનુરોધ કર્યો હતો.

Advertisement

મ્યુ.કમિશનર બંછાનિધિપાનીએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, કોરોનાની પહેલી અને બીજી લહેરના કારણે આપણને સમજાયુ છે કે, પ્રકૃતિ સાથે ખભે ખભા મિલાવીને નહી ચાલીશું તો માઠા પરિણામો આવશે. આજે અન્ય શહેરો કરતા સુરત મહાનગરપાલિકા ૧૮ ટકા વૃક્ષો ધરાવે છે. જેમાં કતારગામ અને અઠવાઝોન વિસ્તારોમાં સૌથી વધુ વૃક્ષો છે. પાલિકાએ બાયોડાયવર્ટસીટી પાર્ક, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઘનકચરાનો સુયોગ્ય નિકાલ જેવા અનેક પગલાઓથી પર્યાવરણનું જતન થાય તે માટેના પગલાઓ લીધા છે.

આ વેળાએ ધારાસભ્ય સર્વ અરવિંદ રાણા, પ્રવિણભાઈ ધોધારી, વિવેકભાઈ પટેલ, ડે.મેયર દિનેશ જોધાણી, સ્થાયી સમિતિના ચેરમેન પરેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ગઢવી, મુખ્ય વનસંરક્ષક સી.કે.સોનવણે, નાયબ વનસંરક્ષક પુનિત નૈયર, સિવિલના તબીબી અધિક્ષક ડો.રાગિણી વર્મા તેમજ ડોકટરઓ, નર્સીગ સ્ટાફ, વનવિભાગ તથા મહાનગરપાલિકાના ગાર્ડનના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ગોધરા : બી ડીવીઝન પોલીસે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી ઝડપી પાડી, વધુ તપાસ ફોરેસ્ટ વિભાગને સોંપી.

ProudOfGujarat

અંકલેશ્વર-વાલિયા માર્ગ પર રખડતા ઢોરનો ત્રાસ, એક વેપારીને શિંગડું મારતા સારવાર હેઠળ ખસેડાયા.

ProudOfGujarat

પાલેજ સહીત પંથકનાં તળાવો છલકાયા.વરસાદી પાણી થી ખેતર-ખાડીઓ છલાછલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!