Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : હાથરસ ગેંગ રેપ મામલે ભરૂચનાં અખિલ ભારતીય વાલ્મિકી મહાપંચાયત યુવા મોરચાએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

Share

14 સપ્ટેમ્બરનાં રોજ યુ.પી. નાં હાથરસમાં મનીષા નામની દલિત દીકરી સાથે થયેલા ગેંગ રેપમાં મનીષાનું મોત થયું હતું. આથી સમગ્ર દેશભરમાં આક્રોશ વ્યાપી ગયો છે. તેમજ દેશનાં સમસ્ત વાલ્મિકી સમાજમાં રોષ ફેલાઈ ગયો છે.
ત્યારે આજરોજ ભરૂચનાં અખિલ ભારતીય વાલ્મિકી મહાપંચાયત યુવા મોરચાએ હાથરસ ગેંગ રેપ પીડિતા સ્વ. મનીષાને તેમજ તેના પરિવારને યોગ્ય ન્યાય મળે અને આ ગેંગ રેપનાં આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરી દેશનાં કાનૂન પ્રમાણે તેમણે સખ્ત સજા ફટકારવામાં આવે તેવી આ આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે.
વાલ્મિકી સમાજનાં ગુજરાતનાં વાઇસ પ્રેસિડેન્ટ કમલેશ સોલંકીએ જણાવ્યુ હતું કે સતત એક-બે મહિનાથી વાલ્મિકી સમાજ ઉપર હુમલાઓ તથા સિતમ ગુજારવામાં આવી રહેલ છે અને જો સરકાર આવા લોકો સામે યોગ્ય કાર્યવાહી નહીં કરે તો અને સજા નહીં કરે તો આવનારા દિવસોમાં સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા મોટાપાયે ઉગ્ર આંદોલનો કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

મિયાગામ-ડભોઈ વચ્ચે રેલવે લાઈનના પેન્ડલમ-લાઈનર્સ ચોરતા ૭ ઝડપાયાં

ProudOfGujarat

ભરૂચ ડીસ્ટ્રીકટ કો – ઓપરેટિવ બેંકની ચૂંટણીમાં અરૂણસિંહ રણાની પેનલ વિજયી બનતા ભરૂચ જિલ્લા લઘુમતી ભાજપ અધ્યક્ષે અભિનંદન પાઠવ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર વિસ્તારમાં થતી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલતી LCB પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!