Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

“ભરૂચ જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે રીચ કૌશલ્ય ઉપર ચિત્ર સ્પર્ધાનું આયોજન”.

Share

‘રીચ ટુ ટીચ’ સંસ્થા ભરૂચ જીલ્લામાં ગ્રામ વિકાસ ટ્રસ્ટ અને ભરુચ જિલ્લા શિક્ષણ વિભાગ સાથે વર્ષ 2015 થી બાળકોને ગુણવતાલક્ષી શિક્ષણ મળી રહે તે માટે સતત પ્રયત્ન કરે છે. ઓક્ટોબર માસમાં ડી.ડી.ઓ ભરૂચશ્રી ક્ષિપ્રા અગ્રે, ડી.પી.ઈ.ઓ. ભરૂચ શ્રી એસ.એલ.ડોડીયા, ‘રીચ ટુ ટીચ’ કન્ટ્રી ડિરેક્ટરશ્રી થોમસ અને  પ્રોજેક્ટ ડિરેક્ટરશ્રી માનોરંજન તથા ‘ગ્રામ વિકાસ ટ્રસ્ટ’ના સ્થાપક શ્રીરમેશભાઈ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. આ ચર્ચા દરમિયાન ‘રીચ’ મૂલ્યો પર જિલ્લામાં સ્પર્ધાઓ યોજી બાળકોને સંલગ્ન કરવા અને તેમના વિશ્વાસને વધારવા માટે સૂચવવામાં આવ્યું હતું. જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં સન્માન (Respect) અને સ્વીકૃતિના (Accept) વિષયો પર સ્પર્ધા કરવા માટે ‘રીચ ટુ ટીચ’ સંસ્થા એ સહયોગ આપવાની તૈયારી બતાવી હતી.

આ સ્પર્ધા ભરૂચ જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧ થી ૮ ધોરણના તમામ બાળકો માટે તારીખ ૯મી જાન્યુઆરી ૨૦૧૮ના યોજવામાં આવશે, સન્માન અને સ્વીકૃતિના વિષયો પર ચિત્રો (ડ્રોઈંગ) બનાવવા માટે વય જૂથોને ત્રણ વર્ગોમાં વિભાજીત કરવામાં આવશે. ’રીચ ટુ ટીચ’ દ્વારા શાળામાં ગ્રંથાલય અથવા રમત સુવિધાઓ ઉભી કરવા માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

Advertisement

સ્પર્ધામાં વિજેતા થયેલ શાળાઓમાં ગ્રંથાલયની સ્થાપના કરવા માટે ’રીચ ટુ ટીચ’ દ્વારા નાણાકીય ઈનામ એનાયત કરવામાં આવશે. જિલ્લા સ્તરે પ્રથમ પુરસ્કાર રૂ. 100,000, દ્વિતીય પુરસ્કાર રૂ. 50,000 અને તૃતીય પુરસ્કાર રૂ. 25,000. એનાયત કરવામાં આવશે. તાલુકા સ્તરે વિજેતા જૂથો ઇનામ માટે પસંદ કરવામાં આવશે તેમાં પ્રથમ પુરસ્કાર રૂ. 10,000, દ્વિતીય પુરસ્કાર રૂ. 5,000, તૃતીય પુરસ્કાર રૂ. 2500 એનાયત કરવામાં આવશે તથા બાળકોના શિક્ષણને વિકસિત કરવામાં મદદરૂપ 50 જુદા જુદા આશ્વાસન ઇનામો પણ હશે. ડી.ડી.ઓ દ્વારા 26 જાન્યુઆરીના રોજ ઍવોડ સમારંભ થશે જ્યાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે. જે વિજેતા ફાઇનલ સુધી પહોંચી ગયા હશે તેમને સી.આર.સી. ઍવોડ સમારંભ માટે  આમંત્રણ પાઠવશે.

 


Share

Related posts

ભરુચ જીલ્લાના વાગરા તાલુકાનાં રહીયાદ ગામ નજીક કંપનીમાંથી પાઇપની ચોરી કરીને જતાં પાંચ લોકોને દહેજ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ઝડપી લીધા હતા.

ProudOfGujarat

અંકલેશ્વર : નેશનલ હાઇવે નોબલ માર્કેટ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાનિ નહિ.

ProudOfGujarat

રાજ્યનાં DGP તરીકે આશિષ ભાટીયાની નિયુક્તિ કરવામાં આવી રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે જાહેરાત કરી છે. .

ProudOfGujarat
error: Content is protected !!