Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ભરૂચ નર્મદા ટોલટેક્ષ પર અજાણ્યા શખ્સે મારામારી કરી.

Share

ભરૂચ નર્મદા બ્રિજ ટોલટેક્ષ પર ફરી એક મારામારીનો કિસ્સો સામે આવ્યો છે. બનાવની મળતી વિગત અનુસાર ટોલટેક્ષમાં ફરજ બજાવતા દેવાનંદ નામના એક યુવાન પાસે અચાનક કોઈ અજાણ્યો ઈસમ ધસી આવ્યો હતો અને મારામારી કરવા લાગ્યો આથી મારામારીના બનાવમાં ફરજ પરના દેવાનંદ નામના યુવાનને શારીરિક ગંભીર ઇજાઓ પહોંચી છે. કોઈ અજાણ્યા ઇસમે ફરજ પરના યુવાનને પાઇપ અને ધોકા વડે માર મારતા ટેક્ષ પ્લાઝાનાં આ યુવકને પ્રાથમિક સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ મારામારીનો સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આ તકે ટોલટેક્ષ પર ફરજ બજાવતા યુવકો જણાવે છે કે અવારનવાર ટેક્ષ પ્લાઝા પર આ પ્રકારના મારામારીના કિસ્સા પ્રકાશમાં આવે છે તેથી અહીંના ફરજ પરના યુવકો જણાવે છે કે પોલીસ દ્વારા અહીં મારામારી કરી નાસી છૂટતા અજાણ્યા ઈસમને સીસીટીવી ફૂટેજ કબ્જે કરી આ સમગ્ર બનાવના આરોપીને પકડવાની કામગીરી પોલીસે કરવી જોઈએ.

Advertisement

Share

Related posts

વડોદરા-હાલોલ હાઇવે પર એસટી બસની ટક્કરે બાઈક ફંગોળાતા 2 સગા ભાઈ સહિત 3 નાં મોત

ProudOfGujarat

વાલીયા ઔદ્યોગિક તાલિમ સંસ્થા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વડોદરામાં વિદ્યાર્થીને ગાયે શિંગડું મારતા આંખ ફૂટી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!