Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા નાંદોદ મામલતદાર કચેરી ખાતે જનસેવા કેન્દ્રમાં ચાર દિવસથી નેટવર્ક બંધ હોવાથી ગ્રામ્ય વિસ્તારનાં લોકોને ખાવા પડે છે ધરમનાં ધક્કા : ઓનલાઈન કયારે ચાલુ થશે એક મોટો સવાલ.

Share

નાંદોદ મામલતદાર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રમાં ચાર દિવસથી નેટવર્કની તકલીફનાં કારણે ઓનલાઈન સેવા ઠપ થઈ ગઈ હોવાથી તાલુકામાંથી આવતા હજારો અરજદારો વીલા મોઢે પરત ફરી રહ્યા છે.

રાજપીપળા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ઉપર સરકારી કામ અર્થે અલગ અલગ દાખલા કે નકલો લેવા આવતા રોજના હજારો અરજદારો ઓનલાઇન સેવા બંધ હોવાના કારણે ચાર દિવસથી ધક્કા ખાઈ પરત ફરતા જોવા મળ્યા હોય એ બાબતે જવાબદાર અધિકારીઓ દ્વારા સેવા ક્યારે શરૂ થશે એ માટે કોઈ ચોક્કસ દિવસ પણ ન જાણવા મળતા દૂરદૂરનાં ગામડાઓમાંથી આવતા લાભાર્થીઓ રોજ સમય, ભાડું બગાડી કચેરીના ધક્કા ખાઈ પરત જઈ રહ્યા હોય સરકારે દરેક બાબત ઓનલાઈન કરી છતાં વારંવારના આવા ધાંધિયાના કારણે લોકોના કામ ટલ્લે ચઢી રહ્યા છે માટે સરકાર બેન્કો, સરકારી કચેરીઓ સહિતની ઓનલાઈન સિસ્ટમમાં બદલાવ લાવે અથવા બંધ કરી અગાઉની જેમ મેન્યુઅલી કામગીરી શરૂ કરે તેવી લોકમાંગ ઉઠી છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભાવનગર : બોટાદના વીજકંપનીના નાણા ભરપાઈ ન કરનાર ગ્રાહકો સામે તંત્રની લાલ આંખ

ProudOfGujarat

ભરૂચ પંથકમાં 2 ફૂટની ઊંચાઈ ધરાવતી ગણેશજીની પ્રતિમાની શ્રદ્ધા અને ઉમંગભેર સ્થાપના કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ ફાંટાતળાવ વિસ્તારમાં મકાન ધરાશાયી થતા અફરાતફરી નો માહોલ સર્જાયો-ઘટનામાં 5 લોકો દબાયા.. એક મહિલાનું મોત-ચાર સારવાર હેઠળ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!