Proud of Gujarat
FeaturedEducationGujaratINDIAUncategorized

યુવા દિવસની વાંચન ક્રાંતિ થકી અનોખી રીતે ઉજવણી

Share

કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી અને નર્મદા કોલેજ ઓફ સાયન્સ બી.બી.એ (BBA) પ્રથમ વર્ષ વિધ્યાર્થોઓ દ્વારા સ્વામી વિવેકાનંદની ૧૫૫મી જન્મ જયંતી અનોખી રીતે ઉજવવામાં આવી

કે જે ચોકસી પબ્લિક લાયબ્રેરી અને નર્મદા કોલેજ ઓફ સાયન્સ બી.બી.એ (BBA) પ્રથમ વર્ષ વિધ્યાર્થોઓ સાથે આજ રોજ સમસ્ત ભારતવર્ષનાં આદર્શ સ્વામી વિવેકાનંદની ૧૫૫મીન જન્મ જયંતી એક અનોખી રીતે ઉજવવામાં આવી.
સ્વામી વિવેકાનંદ કે જેઓએ સમસ્ત વિશ્વના યુવાનોને જાગ્રત કરવા “ઊઠો! જાગો અને હિમ્મતવાન બનો, તમારા ભાગ્યના નિર્માતા તમે પોતે જ છો” એ સંદેશો આપ્યો.તેમને સૌ વિધાથીઓએ વંદન કર્યા અને મીણબત્તીઓ પ્રગટાવી એમની વંદના કરવામાં આવી.

Advertisement

સ્વામી વિવેકાનંદજી એક પ્રખર વિદ્વાન હતા. તેઓનું વાંચન અદભુત હતું. તેથી જ તેઓ યુવાનોને પોતાના વિચારો થકી સતત પ્રેરિત કરતા રહે છે. એમના વિચારો જ એવા ઉર્જાવાન છે કે તમે જો એને એકવાર વાચો તો તમને એક અલગ જ ઉર્જાની અનુભૂતિ થશે.

સ્વામી વિવેકાનંદજી સતત વાચતા અને જે વાચતા તે તેમને યાદ રહી જતું હતું. તેઓ બાળપણથી જ પુસ્તક પ્રેમી હતા. આથી તેઓ દુનિયાના જે જે દેશમાં પ્રવાસ કર્યો ત્યાં ત્યાંના પુસ્તકાલયોની તેમણે મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે લાયબ્રેરીના સ્થાપક શ્રી ગૌતમભાઈ ચોકસી અને ટ્રસ્ટીગણને શહેરને આપેલી આ અનોખી લાયબ્રેરી વિશે જણાવતા લાયબ્રેરીયને જણાવ્યું હતું કે શ્રી ગૌતમભાઈના પ્રયત્નોથી શરુ કરવામાં આવેલી આ લાયબ્રેરીનો વધુમાં વધુ લાભ શહેરની જનતા લે અને ખાસ યુવાનો લે તે જરૂરી છે. વધુમાં વિધાર્થીઓને સંબોધતા નરેન્દ્રભાઈ સોનારે સ્વામી વિવેકાનંદનો પુસ્તક પ્રેમ કેવો હતો, તેમનું વાંચન કેવું હતું તથા તેઓએ ભારતના ઉત્થાન માટે યુવાનો પર જ કેમ પસંદગી ઉતારી તે જણાવ્યું હતું. સ્વામી વિવેકાનંદને ભારતના યુવાનોમાં એ બળ દેખાતું હતું જે સમસ્ત દુનિયામાં એક ઉન્નત ક્રાંતિ લાવી શકવામાં સમર્થ છે અને તેથી જ એમના જન્મ દિવસને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
એક નવી ઉર્જા આપનારા સંદેશમાં સ્વામી વિવેકાનંદજી આપણા સુતેલા પુરષાર્થને જગાડવા એ જ વાત કહે છે કે તમે કર્મ કરો. અને એ માટે તમારે ઉઠવું પડશે, જાગવું પડશે, અથાગ મહેનત કરવી પડશે અને જ્યાં સુધી તમને એમાં સફળતા ન મળે ત્યાં સુધી લાગ્યા રહેવું પડશે. માત્ર દર વર્ષે આવતી જન્મ જયંતી ઉજવીને કંઈ નથી થવાનું. એ તો દિવસની જેમ છે જે ઉગશે અને આથમી જશે પણ તમારે સતત પુરુષાર્થ કરી જાગવું પડશે.
કોલેજ તરફથી પ્રોફેસર્સ તથા લાયબ્રેરીયન સપન શાહ ઉપસ્થિત રહ્યા હતા.

 


Share

Related posts

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને ઈઝમાયટ્રિપ દ્વારા કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડની રજૂઆત.

ProudOfGujarat

વડોદરાની વાઘોડિયા ચોકડી નજીક પાર્ક કરેલ કારના કાચ તોડી ત્રણ લેપટોપ સાથે તબીબી સામાનની ચોરી

ProudOfGujarat

લોકશાહીના પર્વને મનાવવા સવારથી જ ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ.

ProudOfGujarat
error: Content is protected !!