Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ઇદે મિલાદની ઉત્સાહભેર ઉજવણી : દરગાહો, મસ્જિદો અને મકાનોને રોશનીનો અનોખો શણગાર.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકના ગ્રામીણ વિસ્તારોમાં ઇદે મિલાદ પર્વ પ્રસંગે મસ્જિદો, દરગાહો તેમજ મકાનોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. તેમજ ઇદે મિલાદ પર્વની સરકારની માર્ગદર્શિકા મુજબ ઉજવણી કરી હતી.

ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકના ગ્રામીણ વિસ્તારોમાં ઇદે મિલાદ પર્વની પૂર્વ સંધ્યાએ મસ્જિદો, દરગાહો તેમજ મકાનોને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. સમગ્ર માનવજાત માટે કૃપાળુ બનીને આવેલા ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર સાહેબ મુહમ્મદ સલ્લલાહો અલયહિ વસલ્લમના જન્મ દિવસની સમગ્ર વિશ્વના મુસ્લિમ સમુદાય દ્વારા ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ઇસ્લામી માસની ૧૨ મી રબી ઉલ અવ્વલના દિવસે મુહમ્મદ પયગમ્બર સાહેબના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

Advertisement

જેના ભાગરૂપે પાલેજ નગર સ્થિત મક્કા મસ્જિદ તેમજ નગરના વિવિધ વિસ્તારોમાં આવેલી મસ્જિદોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી હતી. પાલેજ નજીક આવેલા સાંસરોદ, નબીપુર તેમજ વલણ ગામની મસ્જિદો તેમજ દરગાહોને પણ રોશનીથી શણગારવામાં આવી હતી. હાલ ચાલી રહેલી કોરોના મહમારીના પગલે પાલેજ નગર સહિત પંથકના ગ્રામીણ વિસ્તારોમાં મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા પરંપરાગત ઇદે મિલાદ પર્વ પ્રસંગે કાઢવામાં આવતું જુલૂસ ચાલુ વર્ષે મોકૂફ રાખી સરકારની માર્ગદર્શિકા મુજબ પર્વની ઉજવણી કરી હતી.

યાકુબ પટેલ : પાલેજ – ભરૂચ


Share

Related posts

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક માજી કેન્દ્રીય મંત્રીએ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને લઈને આકરા પ્રહારો કર્યા.

ProudOfGujarat

ઝઘડિયાના રાણીપુરા ગ્રામપંચાયતના ઉપસરપંચ તરીકે મનોજભાઇ દેસાઇની બિનહરીફ વરણી.

ProudOfGujarat

અંકલેશ્વરના ભડકોદ્ર પાસે આવેલ આદિત્ય નગરમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ૧૭ તોલાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જો કે સામેના મકાનના સીસીટીવી કેમેરામાં ત્રણ યુવાનો બાઈક પર જતા કેદ થયા છે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!