Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નારેશ્વર મંદિરમાં આ વર્ષે ભોજન તથા આવાસની વ્યવસ્થા રહેશે બંધ…. જાણો વધુ.

Share

ભરૂચ જીલ્લાનાં કરજણ ખાતે આવેલા શ્રી અવધૂત નિવાસ ટ્રસ્ટ, નારેશ્વર દ્વારા દિવાળીનાં તહેવારોને અનુલક્ષીને નારેશ્વર શ્રી રંગ મંદિરનાં ટ્રસ્ટી યોગેશભાઈ વ્યાસ દ્વાર એક અખબારી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં મંદિરમાં દર્શનાર્થે આવતા લોકો માટે નીતિ-નિયમો જણાવવામાં આવ્યા છે.

શ્રી રંગ મંદિરની આ યાદીમાં જણાવ્યા અનુસાર કોરોનાનું સંક્રમણ વધવાને કારણે શ્રી રંગ મંદિરમાં દર્શનનો સમય ફકત દર ગુરુવારે સવારે 5:45 થી 6:15 અને 7:30 થી બપોરે 12:00 વાગ્યા સુધી તેમજ બપોરે 3 થી 5 વાગ્યા સુધીનો રહેશે. આરતીના સમયે કોઈને પણ મંદિરમાં પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં. નારેશ્વર મંદિરમાં દિવાળીનાં તહેવારને અનુલક્ષીને આ વર્ષે કોરોના મહામારીને કારણે રહેવાની તથા જમવાની વ્યવસ્થા બંધ રાખવામાં આવી છે.

શ્રી રંગ મંદિર દ્વારા મંદિરમાં આવતા ભકતો માટે પણ નીતિ-નિયમો ઘડી કાઢવામાં આવ્યા છે જેમાં મંદિરમાં આવનાર કોઈપણ ભકતોએ પ્રસાદ, ફૂલ-હાર, અનાજ લાવવા નહીં તથા મંદિરમાં આવનાર દરેક ભકતે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે, સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનું રહેશે, મંદીરમાં કરવામાં આવેલી પગરખાંની વ્યવસ્થાનો પણ અમલ કરવાનું રહેશે. મંદિરમાં પ્રદક્ષિણા કોઈપણ ભક્તજનો દ્વારા કરવી નહીં તથા મંદિરના મેદાનમાં કે મંદિરમાં દત્ત બાવની અથવા કોઈપણ પ્રકારનાં અનુષ્ઠાન કરવા બેસવું નહીં. મંદિરમાં આવનાર ભકતો માટે મહાપ્રસાદ (ભોજન) તથા આવાસની સગવડ સદંતર બંધ રાખવામા આવે છે આથી કોઈપણ ભક્તોએ નારેશ્વરમાં આવીને રહેવાનો આગ્રહ રાખવો નહીં. આ તમામ નિયમોનું દરેક ભકતોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમજ સરકારની કોરોનાની ગાઈડલાઇન અનુસાર અમલ કરવાનું રહેશે. તેવું મંદિરનાં ટ્રસ્ટીગણ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે. વધુ માહિતી માટે મોબાઈલ નં. 9824043441, 8200427904 ઉપર સંપર્ક કરવો.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : મતગણતરી કેન્દ્ર બહાર ઉમેદવારો અને તેમના સમર્થકોની હાજરીથી મેળા જેવું દ્રશ્ય સર્જાયુ.

ProudOfGujarat

નર્મદાના સખીવન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા અજાણી મહિલા અને તેની પુત્રીને તેમના વતન પંજાબ પહોંચાડીને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યુ.

ProudOfGujarat

ગોધરા : કાકણપુરનાં સંઘ દ્વારા મામલદારને ₹ ૨૫,૦૦૧ નો ચેક અર્પણ કરી કોરોના માહોલમાં આર્થિક સહાય કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!