Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કેબલ બ્રિજ નજીક ચાલુ કારમાં આગ લાગી.

Share

અંકલેશ્વર ભરૂચ અને નર્મદા બ્રિજ ઉપરનાં કેબલ બ્રિજ ઉપર આજરોજ બપોરે એક લક્ઝુરિયર્સ કારમાં એકાએક આગ ફાટી નીકળતાં નાસભાગ મચી જવા પામી હતી.

અંકલેશ્વર ભરૂચ વચ્ચેના નેશનલ હાઇવે નંબર 48 નર્મદા નદી ઉપરનાં કેબલ બ્રિજ ઉપર પસાર થતી અમદાવાદ પાસિંગની ડસ્ટર કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી જેને પગલે વાહન વ્યવહાર ખોરંભે પડયો હતો. જોકે કારમાં બેસેલા તમામ પેસેન્જરોએ સમય સૂચકતા દાખવી કારમાંથી નીચે ઉતરી જતાં તમામનો આબાદ બચાવ થવા પામ્યો હતો. બનાવની જાણ થતા જ ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.

Advertisement

Share

Related posts

સુરતમાં પાલિકાની શાળાના પ્રિન્સિપાલે શિક્ષકને નોટિસ વગર કાઢી દેતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો

ProudOfGujarat

મતદાન પુરુ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પુર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના SMS મોકલવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામુ

ProudOfGujarat

વડોદરા : કરજણ ફાયર વિભાગ દ્વારા કટોકટીના સમયે લેવાતા પગલા વિશે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!