Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અને સાંસદ અહેમદભાઇ પટેલનાં નિધનથી ભરૂચ જીલ્લામાં શોકની લાગણી છવાઈ.

Share

છેલ્લા એકાદ મહિનાથી ભરૂચ જીલ્લામાં સાંસદ અહેમદભાઈ પટેલની તબિયત અંગે લોકો ચિંતામાં ગરકાવ હતા જેના પગલે ભરૂચ નગર અને જીલ્લામાં ઠેર-ઠેર ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વખતો વખત ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અહેમદભાઈ પટેલની તબિયત સુધારા પર છે તેવી વાતો વહેતી થતાં લોકોમાં ખુશીની લહેર વ્યાપી જતી હતી તેવામાં અચાનક આજે સવારે એક દુ:ખદ સમાચાર આવ્યા કે લોકનેતા અને લોકોના રાહબર અને હમદર્દ એવાં સાંસદ અહેમદભાઇ પટેલનું દુ:ખદ અવસાન થયું છે. આ સમાચાર વાયુવેગે ફેલાતા જીલ્લામાં અત્યંત ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઈ છે. જીલ્લાનાં તમામ રહીશો તેમણે હદયપૂર્વકની શ્રદ્ધાંજલી પાઠવે છે એટલું જ નહીં પરંતુ આજે અને કાલે યોજાનાર કાર્યક્રમો પણ આવી દુ:ખદ ઘટના બનતા રદ કર્યા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : આગામી ૨૧ જુન “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૩”ની ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

ProudOfGujarat

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને અતુલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કબીરવડ મઢી ખાતે ગરીબ વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વર ખરોડ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બાઈક ચાલકનું કરૂણ મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!