Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ તાલુકા પંચાયતનાં પ્રમુખનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજયું.

Share

ભરૂચ તાલુકા પંચાયતનાં પ્રમુખ વડોદરા ખાતે કોરોનાની સારવાર લઈ રહ્યા હતા પરંતુ લાંબી સારવાર બાદ ગતરોજ મોડી રાત્રિએ તેમનું અવસાન થયું હતું. તેમના અવસાનનાં પગલે ભરૂચ પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ભરૂચ તાલુકા પંચાયતનાં પ્રમુખ નવીન પટેલનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતા તેઓ વડોદરા ખાતે કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. ખાનગી હોસ્પીટલમાં લાંબી સારવાર બાદ તેમનું ગતરોજ રાત્રિનાં સમયે અવસાન થયું હતું. નવીન પટેલ ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર અને આગેવાન હતા. ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા અને અન્ય આગેવાનોએ તેમણે શ્રદ્ધાંજલી અર્પી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ટાઉનહોલ માં પાણી ભરાવવા મુદ્દે જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઈ….

ProudOfGujarat

ઝઘડીયા : સારસા બસ સ્ટેન્ડ નજીક અકસ્માતોને પગલે માર્ગની બંને તરફ ગતિ અવરોધક બનાવવાની માંગ.

ProudOfGujarat

અંકલેશ્વરનાં ચૌટા નાકા પાસે રૂ. 30 હજાર ભરેલ થેલીની ચોરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!