Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ઝધડિયા તાલુકાનાં ગોવાલી ગામે ગેરકાયદેસર રેતી ખનન કરતાં 6 ડમ્પરો ઝડપાયા.

Share

ભરૂચ પંથકમાં ગેરકાયદેસર રેતીનું ખનન થાય છે અને ઓવરલોડેડ ડમ્પરો વહન થાય છે ત્યારે સાંસદ મનસુખ વસાવાનાં ખુલ્લા આક્ષેપનાં પગલે ખાણ અને ખનીજ ખાતું હરકતમાં આવ્યું હતું. રેતી ખનન મામલે ખાણ ખનીજની ટીમ અને તાલુકા મામલદારએ સપાટો બોલાવ્યો હતો અને ઝઘડિયા તાલુકાનાં ગોવાલી ગામે ગેરકાયદેસર રેતી ખનન કરતા 6 ડમ્પરોને પકડયા હતા. જેઓ રેતીનું વહન અને ખનન ઓવરલોડેડ અને રોયલ્ટી વગર કરતા હતા. અગાઉ સાંસદ મનસુખ વસાવાએ પણ ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની ફરિયાદ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી હતી. આ પગલાંથી ગેરકાયદેસર રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આવનાર સમયમાં પણ આવી કાર્યવાહી ખાણ અને ખનીજ શાખા દ્વારા કરવામાં આવે તેવી સંભાવના છે.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા: બાળકોનું ભાવિ અંધકારમાં : ખુરદી ગામે આવેલી 1 થી 8 ધોરણની પ્રાથમીક શાળાના ઓરડા જર્જરિત હાલતમાં ..!

ProudOfGujarat

મલ્ટીપ્લેક્ષમાં શા માટે રહે છે પ્રેક્ષકોની પાંખી હાજરી ? જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઇવે નં.48 પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી સી ડીવીઝન પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!