Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ટંકારિયામાં હજરત સૈયદ નુરાની મિયાં સાહેબની તકરીર યોજાઈ…

Share

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામમાં શનિવારે રાત્રીના નબીરએ મોહદ્દીસે આઝમે હિન્દ, નાયબ સજ્જાદનસીન દરગાહે મોહદ્દીસે આઝમે હિન્દ, તાજજુલ ઉલેમાના તખલ્લુસથી ઓળખાતા હઝરત સય્યદ નૂરાનીમીયા અશરફિઉલ જીલાની કિછૌછવી ટંકારીઆની એક દિવસની મુલાકાતે પધાર્યા હતા. તેમના નજીકના મુરીદની માતાના ફાતેહામા પધારેલા તાજજુલ ઉલેમાએ ગતરોજ ઈશાની નમાજ બાદ ટૂંકું પ્રવચન કર્યું હતું.

તેમણે કોવિદ ૧૯ માં અવસાન પામેલા મર્હૂમોને શ્રદ્ધાંજલિ આપી હતી અને કોવિદ ૧૯ સમગ્ર વિશ્વ પરથી નેસ્તનાબૂદ થઇ જાય તેવી દુઆઓ ગુજારી હતી. તેમણે તેમના પ્રવચનમાં આ મહામારીના ફાયદાઓનું વર્ણન કરતા જણાવ્યું હતું કે મોમીનો અલ્લાહની દરગાહમાં સજ્દારેજ થઇ ગયા અને અસ્તગફારની કસરત સાથે અલ્લાહ પાસે ગુનાહોની તૌબા કરતા થઇ ગયા જે આ મહામારીનો ફાયદો ગણાવ્યો હતો. તેમણે દુનિયાથી ઉમ્મીદો ઓછી કરી પોતાના આમાલોને સાફસુથરા બનાવી ગફલતોને દૂર કરી આ ફાની દુનિયાની મહોબ્બત છોડી આખેરતના ભાથાની તૈયારીઓમાં લાગી જવા હાકલ કરી હતી.

યાકુબ પટેલ : પાલેજ

Advertisement

Share

Related posts

પંચમહાલમાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી શહેરા તાલુકાનાં હોસેલાવ ગામે કરીયાણા અને મોબાઈલ શોપને નિશાન બનાવી ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં જીતાલી ગામે સરકાર તરફથી મફત અનાજ વિતરણનો લાભ લેવા રેશનકાર્ડ ધારકો અનાજ લેવા ઉમટ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર : જુના બોરભાઠા બેટ ગામે સસ્તા અનાજના વેપારીની દાદાગીરી સામે પોલીસ ફરિયાદ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!