Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નેત્રંગ તાલુકાનાં આજોલી ગામે નવી વસાહત વિસ્તારમાં ધર આંગણે બાંધેલ પાડી ઉપર દીપડાનો હુમલો. 

Share

નેત્રંગ તાલુકાનાં આજોલી ગામે ધર આંગણે બાંધેલ પાડી ઉપર દીપડાએ રાત્રિના સમયે હુમલો કરતા પંથકનાં પશુપાલકો સહિત ખેડૂતો, ખેતમજુરોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. જયારે હુમલામાં ગંભીર રીતે ધાયલ થયેલ પાડીનું મોત થયુ છે.

નેત્રંગ રાજપારડી રોડ પર ડુંગરાળ તેમજ જંગલ વિસ્તારને અડીને આવેલા આજોલી ગામનાં નવીવસાહત ફળીયા વિસ્તારમાં તા. ૮ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ રાત્રિના ત્રણથી ચારનાં સમયગાળા દરમિયાન પશુપાલક સુખદેવભાઇ વસાવાનાં ધર આંગણે બાંધેલા પશુઓમાંથી પાડીનો શિકાર કરવા માટે તરાપમારી હતી, પરંતુ આ સમયગાળા દરમિયાન અન્ય પશુઓએ બુમાબુમ કરી મુકતા પશુ માલિક સુખદેવભાઇ વસાવા તેમજ અન્ય રહીશો જાગી જતા દિપડો પાડીનો શિકાર કરવાનું પડતું મુકીને ભાગી છુટીયો હતો, પરંતુ દિપડાના હુમલાથી પાડીને ગંભીર ઇજાઓ થતા તે મરણ પામી હતી.

આ ધટનાની જાણ નેત્રંગ વન વિભાગને કરવામાં આવતા વનવિભાગના કર્મચારીઓ ધટના સ્થળે આવી પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : માંડવા નજીક બાયોડિઝલ પંપ પર આગ લાગતાં અફરાતફરીનું વાતાવરણ સર્જાયું.

ProudOfGujarat

સુરત : એસ.ટી બસમાં મુસાફરો જીવના જોખમે બારીમાંથી બસમાં પ્રવેશ કરે છે.

ProudOfGujarat

દાહોદના આમલી ખજુરીયામાં એક નિર્માણધીન પાણીની ટાંકીનો સ્લેબ તૂટતાં 6 શ્રમિકો ઈજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!